ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો માટે જન્માષ્ટમી પૂર્વે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને વર્ષ 2023 - 24માં રૂપિયા 39 કરોડથી પણ વધુનો નફો થયો છે. ત્યારે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા નફામાંથી 21.97 કરોડ એટલે કે અંદાજિત 22 કરોડ જેટલી રકમ ભાવફેર તરીકે દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાની બદલાયેલી પેટર્ન અને વરસાદ અંગે મોટો ખુલાસો! કેમ ખોટી પડી રહી છે..


નફામાંથી પ્રતિ કિલો ફેટ લેખે રૂપિયા 25 દૂધ ઉત્પાદકોના ખાતામાં જમા કરાવવામાં આવશે. જે અંતર્ગત મંગળવારના રોજ સાડા પાંચ કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના ખાતામાં ઓનલાઈન જમા કરાવવામાં આવ્યા છે. તેમજ બાકીની રકમ પણ જમા કરાવવાનું રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 


એક સમાચારથી ખળભળાટ! ભારતનુ સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ, 100થી વધુ વિદ્યાર્થીનીઓ પીંખાઈ


આમ રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 202 દૂધ મંડળીઓના 18054 જેટલા દૂધ ઉત્પાદકોના બેન્ક ખાતામાં ભાવ ફેર ની રકમ જમા કરાવવાનું શરૂ થયું છે.


જન્માષ્ટમી-ગણેશ ચતુર્થી પર આ વિસ્તારોમા પડશે ભારે વરસાદ! બંગાળની સિસ્ટમ કરશે રેલમછેલ