પાટણ: જીલ્લામાં અત્યાર સુધી કુલ પંદર દર્દીઓ કોરોના પોઝીટીવ સામે આવતા ઉત્તર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. પાટણ કોરોનાને લઈ સૌથી વધારે ચર્ચામાં રહ્યું હતું. પંદર કેસ કરોના પોઝીટીવ અને એક યુવાનના મોત બાદ આજે પાટણ માટે એક સારા સમાચાર આવ્યા છે. જેમા ધારપુર હોસ્પીટલની આઈસોલેસન વોર્ડમાં સારવાર લઈ રહેલા ચાર દર્દીઓનો કોરોના રીપોર્ટ સારવાર બાદ નેગેટીવ આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

coronaupdate : રાજ્યમાં નોંધાયા નવા 34 કેસ, કુલ આંકડો પહોંચ્યો 572 સુધી


આજે ચાર દર્દીઓને ધારપુર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આઇસોલેસન વોર્ડમાં ફરજ પરના તમામ સ્ટાફે ચાર દર્દીઓને તાળી સાથેના સન્માન સાથે અભિવાદન સાથે રજા આપી હતી. મોતને હાથતાળી આપીને પરત આવેલા ચાર દર્દીઓએ પણ ધારપુર હોસ્પિટલના અને સારવાર કરતા સ્ટાફના વખાણ કર્યા હતા.


જૂનાગઢના કમિશ્નરની કોરોના સામે લડવા માટેની જડબેસલાક તૈયારી, હજી સુધી એક પણ કેસ નહી


આજે ચાર દર્દીઓ કોરોનામાંથી બહાર આવતા આજે પાટણમાં કોરોનાનો આંકડો નીચે જવા પામ્યો છે. આજે કોરોના પોઝીટીવ ૯ કેસ ધારપુર ખાતે સારવાર હેઠળ છે. સાજા થયેલ દર્દીઓમાંથીએ સિદ્ધપુર અને ત્રણ નેદ્રા ગામના યુવાન અને પુરુષનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube