ઝી બ્યુરો/ અમદાવાદ: અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને મેગા સિટીનો દરજ્જો ધરાવે છે. દિવસે દિવસે શહેરના વિસ્તારની સાથે સાથે શહેરની જન સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જેના કારણે વાહનનો સંખ્યા વધતા ટ્રાફિકનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના વિકસતા એરિયા એવા ગોતા માટે એક ખુશખબર આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાએ ઘડપણનો સહારો ગુમાવ્યો : ભાઈને ગુમાવનાર બહેનનો વલોપાત સાંભળી કાળજુ કંપી જશે


ગોતા વોર્ડમાં વધુ એક વિકાસકાર્ય સાકાર થવા જઇ રહ્યું છે. ગોતામાં રહેતા સ્થાનિકો માટે ખુશખબર એ છેકે ટૂંક સમયમાં હવે વંદેમાતરમના શ્રીફળ ફ્લેટથી ફોરલેન અંડરપાસ બનવાનો શરૂ થઈ શકે છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ગોતાના વિકાસ સાથે જોડાયેલો આ અંડરપાસ એ અતિ અગત્યનો છે. સરકારે આ મામલે 3 વર્ષ પહેલાં તૈયારીઓ કરી હતી પણ આખરે આ પ્રોજેક્ટ કેટલાક રાજકીય કારણોસર લટકી ગયો હતો. આ અંડરબ્રિજ માટે રેલવે અને સરકારમાંથી મંજૂરીઓ હોવા છતાં કેટલાક દબાણોસર આ પ્રોજેક્ટને અદ્ધરતાલ કરી દેવાયો હતો.


સાંકડા રસ્તા પર જબરદસ્ત ટ્રાફિક જામ


હવે એએમસીએ ફરી આ મામલે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે. ગોતા વંદેમાતરમ જવા માટે હાલમાં વાહનચાલકો રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યાં છે. જે સાંકડા રસ્તા પર જબરદસ્ત ટ્રાફિક જામ થાય છે. જે ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે અંડરપાસ એ અતિ જરૂરી છે પણ કેટલાક નેતાઓને આ અંડરપાસ કઠી રહ્યો છે. એસજી હાઈવેથી ન્યૂ રાણીપ જવા માટે આ સીધો રસ્તો હોવા છતાં સરકાર કોઈ કારણોસર આ પ્રોજેક્ટને અધવચ્ચે લટકાવી રહી છે. ગોતા એ મુખ્યમંત્રીનો મત વિસ્તાર છે. આ વિસ્તારના રહીશો છેલ્લા 3 વર્ષથી પરેશાન થઈ રહ્યાં છે. આ બાબતે અનેકવાર રજૂઆતો અભરાઈએ ચડાવી દેવાઈ છે. 



હવે 3 વર્ષ બાદ સરકાર ફરી લોકસભાની ચૂંટણી પહેલાં સફાળી જાગી છે. ગોતાના વંદેમાતરમ વિસ્તાર માટે આ અંડરપાસ એ અતિ અગત્યનો છે. ફોરલેન અંડરપાસ બને તો ગોતાના વિકાસને ચારચાંદ લાગે તેવી પૂરી સંભાવના હોવા છતાં કેટલાક નેતાઓની જી હજૂરીમાં આ પ્રોજેક્ટ સલવાઈ રહ્યો છે. હવે એએમસીએ ફરી ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરતાં ફરી ગોતાના રહીશો માટે એક નવી આશા જાગી છે. ગોતાની ટીપી 32 અને 33 માટે આ અતિ અગત્યનો મામલો છે.


ગોતાના વિકાસ સાથે સંકળાયેલો અંડરપાસ


હવે જો પ્રોજેક્ટ લટક્યો તો રહીશો લોકસભામાં મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ભાજપને દેખાડી દેવાના પણ મૂડમાં છે કારણ કે ગોતાના વિકાસ સાથે સંકળાયેલા આ મામલાને જાણી જોઈને ટાળવામાં આવી રહ્યો છે. AMCએ ટેન્ટરમાં જાહેરાત આપતા જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં ઉત્તર પ્રશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનથી ખોડીયાર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે કિ.મી 508/8-9 ઉપર આવેલ લેવલ ક્રોસિંગ-3 બંધ કરી સદર રેલવે ક્રોસિંગથી અંદાજીત 392 મીટરના અંતરે ટાઉન પ્લાનીંગ સ્ક્રીમ નંબર 32, 33 અન્વયે વંદે માતરમ શ્રીફળ ફ્લેટથી ગોતા એસ.જી. હાઈવે તરફ જતા રસ્તા પર ફોર લેન અંડરપાસ બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 16,97,92,242.27 છે.


ખાલિસ્તાની આતંકીની અમિત શાહ-જયશંકરને ખુલ્લી ધમકી, 1.25 લાખ ડોલરનું ઈનામ રાખ્યું


ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોતાનાં વિશાળ ગામ તળાવને સાડા ચાર કરોડથી વધુનાં ખર્ચે નાગરિકોને હરવા ફરવાનાં સ્થળ તરીકે ડેવલપ કરાયું છે. મ્યુનિ.નાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સમાવેશ થયેલાં ગોતા, ઓગણજ, ચાંદલોડિયા, છારોડી, ત્રાગડ વગેરે વિસ્તારોમાં અત્યારે રહેણાંક અને કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો ધમધોકાર થઇ રહ્યા છે. આ વિસ્તારોમાં રહેવા આવતાં નાગરિકોને વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવી મ્યુનિ.ની ફરજમાં આવે છે. તેથી જયાં તળાવ હોય તેને ડેવલપ કરવા અને જ્યાં બાગબગીચા ન હોય ત્યાં ટીપી સ્કીમ અન્વયે મળેલાં પ્લોટમાં બગીચા બનાવવામાં આવી રહ્યાં છે.


યુરિયા ખાતર અંગે સરકારની મોટી સ્પષ્ટતા, અફવા અંગે ખેડૂતોને કર્યા સાવધાન