હિતલ પારેખ/અમદાવાદ: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને સામાન્ય રીતે કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરી તેનો લાભ આપવામાં આવતો હોય છે. જો કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી લાંબા સમયથી રાજ્ય સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો ન કર્યો હતો. આખરે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં બિનકાયદેસર ધમધમતા શિક્ષણના હાટડા પર કોંગ્રેસની જનતા રેડ
હવે રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૭ ટકા મોંઘવારી ભથ્થું મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે સરકારની તિજોરી ઉપર 1821 કરોડનો બોજ પડશે. રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયત વિભાગના કર્મચારીઓ અને પેન્શનરોને તેનો સીધો લાભ મળશે. રાજ્ય સરકારના આ મોંઘવારી ભથ્થાનો અમલ 1-7-2019 ની અસરથી આપવામાં આવશે. જાન્યુઆરી માસના પગાર માં જ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ કર્મચારીઓને આપી દેવામાં આવશે. જ્યારે તફાવતની રકમ હવે પછી રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા હપતામાં ચૂકવવામાં આવશે.


સ્વચ્છતાના સરવેમાં AMCના અધિકારીઓ અમદાવાદને રેન્ક ન અપાવી શક્યા
કૃષી રાહતના પેકેજના રજીસ્ટ્રેશનની તારીખમાં વધારો કરવામાં આવ્યો...
રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજમાં રજિસ્ટ્રેશન કરવાની મુદતમાં રાજ્ય સરકારે વધારો કરવાનો નિર્ણય લીધો. 31 ડિસેમ્બરના રોજ પૂરી થયેલી મુદત હવે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ખેડૂતો રાહત માટે અરજી કરી શકશે.મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલી બેઠકમાં કૃષિ રાહતપેકેજ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો માટે 3800 કરોડના સહાયક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની થતી હતી. અને ૩૧મી ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકવાના હતા જોકે એ મુજબ ગઇકાલે પૂર્ણ થઈ છે.આ મુદત પૂર્ણ થતા આજે કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં આ મુદતમાં વધારો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી અને હવે ૧૪મી જાન્યુઆરી સુધી મુદત વધારી દેવામાં આવી છે.

 અંબાના પ્રાગટ્ય મહોત્સવને ધામધૂમથી ઉજવાશે, અંબાજીમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ....
હવે રાજ્યના ખેડૂતો ખુશી રાહતપેકેજ નો લાભ લેવા માટે ઓનલાઇન ૧૪મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે અત્યાર સુધી એટલે કે 31મી ડિસેમ્બર સુધી 30 લાખ કરતાં વધુ ખેડૂતો અરજી કરી ચુક્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 8.28 લાખ ખેડૂતોને કૃષિ સહાય પેકેજમાંથી લાભ પણ આપી દીધો છે જેની રકમ 600 કરોડ થી વધારે ની થવા જાય છે. બાકી રહેલા ખેડૂતોને વહેલામાં વહેલી તકે ખુશી રાહતપેકેજ માંથી વળતર ચૂકવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૮ લાખથી વધુ ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી હજુ સુધી ૩૦ લાખથી વધુ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવી છે એટલે બાકી રહેલા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે આ મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.


New Year 2020: પોલીસનો ચોકી પહેરો છતા અમદાવાદમાંથી 290 પીધેલા પકડાયા, દીવમાં 2 દારૂડિયાના મોત
રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત...
રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલી આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપતા રાજ્યના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે અને રાજ્યમાં મેડિકલ બેઠકોની સંખ્યા ૬ હજારને પાર થવાની સંભાવના છે. રાજ્યમાં શરૂ થનાર નવી પાંચ મેડિકલ કોલેજોમાં ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરે છે તેમના ફાયદા માટે. ભારતના ૭૫ જેટલા જિલ્લામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનું ભારત સરકારે નિર્ણય લીધો છે. તે અંતર્ગત ગુજરાતના નવા જિલ્લાઓમાં ભારત સરકારના સહયોગથી 300 પથારીની હોસ્પિટલ શરૂ કરાશે.


સુરતના હાઈપ્રોફાઈલ દિશીત જરીવાલા હત્યામાં પત્ની વેલ્સી અને પ્રેમી નિર્દોષ જાહેર, તો પછી હત્યા કોણે કરી?
ભારત સરકાર માન્ય સરકાર પણ કરી દેવામાં આવી. નવા જિલ્લાઓમાં પંચમહાલ ગોધરાની હોસ્પિટલની ક્ષમતા વધારે 300 મેડિકલ કોલેજ, ગીર સોમનાથ વેરાવળ શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. વેરાવળ ખાતેની હોસ્પિટલ 150 પથારીની છે, તેમાં 300થી કરાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ખંભાળીયા ખાતે મેડિકલ કોલેજ શરૂ કરાશે. જામખંભાળિયામાં બીજી 150 પથારી વધારીને 300 પથારીની હોસ્પિટલ શરૂ કરાશે. બોટાદ જિલ્લામાં પણ બોટાદમાં પણ નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે. બોટાદમાં 100 પથારીની હોસ્પિટલ છે તેમાં 300 પથારી કરી નવી મેડિકલ કોલેજ શરૂ કરાશે. નવી પાંચ મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. ગુજરાતના નવા વિદ્યાર્થીઓને 500 મેડિકલ બેઠકનો લાભ મળશે 1500 કરોડનો ખર્ચમાં 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર ખર્ચ ભોગવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube