સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું, પાંચ મહિનાનું એરિયર્સ પણ મળશે
ગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ કામ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ વર્ષ 2025ની શરૂઆત થાય તે પહેલા ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ કર્મચારીઓના પાંચ મહિનાના પગારનો તફાવત ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાતનો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મળશે.
રાજ્ય સરકારે કરી જાહેરાત
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનું નક્કી કર્યું છે.
[[{"fid":"620044","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે કર્મચારીઓના કિસ્સામાં ડિસેમ્બર-2024 માસથી 246 ટકા મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024થી નવેમ્બર 2024 માસ સુધીનું કુલ પાંચ મહિનાના તફાવતની રકમ ડિસેમ્બર મહિનાના પગાર સાથે (પેઈડ ઇન જાન્યુઆરી-2025) ચૂકવવાની રહેશે.