હિતલ પારેખ/ગાંધીનગર :ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેના સુધારાને મંજૂરી મળી છે. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. 4200 ,4400 અને  4600 પગાર ધોરણ ચાલુ રહેશે. શિક્ષકોને અન્યાય નહિ થાય. 4200 ગ્રેડ પેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 2010 પછીના શિક્ષકોની ભરતી થઈ છે એ લોકોને આનાથી નુકસાન થતું હતું એટલે 65,000 શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોને 8 હજારથી વધારે નુકસાન થતું હતું માસિક કેવી રીતે આ નુકસાન જતું હતું. જોકે, શિક્ષકોને 4200 નો ગેડનો લાભ મળવામાં હજુ બે માસ લાગશે. 


દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણમંત્રીએ પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે બેઠક કરીને આ નિર્ણય લીધો હતો. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વિવાદ નહિ, પણ સાંભળીને પ્રશ્નનું સમાધાન થયું છે. વિવાદિત પરિપત્ર હતો. તે હાલ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારથી મળવા પાત્ર હતું ત્યારથી આ નિર્ણયની અસર લાગુ કરવામાં આવશે.