ભાવીન ત્રીવેદી/જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળના ઉપક્રમે વર્ષા વિજ્ઞાન પરીસંવાદ યોજાયો હતો. જેમા રાજ્યભરમાંથી વરસાદના આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમા આ વર્ષે ક્યાંક અતી ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ પડશે અને દરીયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની સંભવિત આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 28 મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમા અલગ અલગ આગાહીકારોએ પશુ પક્ષીની ચેષ્ટાઓ, ભડલી વાક્યો, ખગોળ વિજ્ઞાન, જયોતિષ શાસ્ત્ર, હવામાન શાસ્ત્ર અને વૃક્ષોમાં ફુલ આવવાની પ્રક્રીયાનું અવલોકનના આધારે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે અને કેવો વરસાદ પડશે તેની અગાહી કરવામા આવી હતી. 


DaniData એપ રાતો રાત બંધ થતા લોકોને કરોડોનો ચૂનો, અનેક અધિકારી, કર્મચારીઓએ રોકાણ કર્યું હોવાની ખુલાસો!


ફળ ફુલના આધારે આગાહી કરનાર મોહનભાઈના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસુ વિચિત્ર જૉવા મળી રહ્યુ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 12 આની વરસાદ થાય તો અન્ય વિસ્તારોમાં 5 કે 8 આની વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે ફળ ફુલ અને આકાશી નજારો જોતા 15 જૂન બાદ ચોમાસુ સક્રીય બને તેમ આગાહી કરી હતી.


પ્રતિ વર્ષ આગાહીકારો વર્ષા વિજ્ઞાન પરિસંવાદમા અલગ અલગ રીતે આગાહી કરી છે. જેમાં વર્ષોથી વર્ષા વિજ્ઞાન પરિસંવાદ ભાગ લેનાર પોરબંદરના ભીમાભાઇ એ પશુ પક્ષીના આધારે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે 15 થી 18 જૂન બાદ વાવણી થશે અને જૂન અને જુલાઇમાં બે વાર એવી સક્રીય સિસ્ટમ ઉભી થશે. જેનાં કારણે સારા પ્રમાણમાં વરસાદ જૉવા મળશે.


ગુજરાતમાં નવા સત્રથી ધોરણ 1 થી 3માં ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય ભણાવાશે, શિક્ષણમંત્રીની જાહેરાત


ભેંસાણના હસમુખ ભાઈ છેલ્લા 25 વર્ષથી ગ્રહોના આધારે આગાહી કરે છે. જેમાં આ વર્ષે દેશમાં 10 % વરસાદ ઓછો થશે, જયારે ગુજરાતમાં 15 % વરસાદની ઘટ જોવાં મળશે અને સૌરાષ્ટ્રમાં 100 % વરસાદ જોવા મળશે તેની સાથે દરીયા કિનારાના જિલ્લામાં સારો વરસાદ પડશે અને દેશમાં સાર્વત્રિક વરસાદ જુલાઈમાં શરૂ થશે, જયારે જૂના મહીનામાં છૂટોછવાયો વરસાદ જોવાં મળશે અને નવરાત્રી સુધી વરસાદ જોવા મળશે અને ત્યારબાદ ચોમાસું પૂર્ણ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube