Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ વિશે એક મોટી જાહેરાત કરી દીધી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2024માં 12 હજાર જગ્યાઓ માટે ભરતી
પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારું રહેનાર છે, એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનારા સમયમાં 11 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે. નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષા બાદની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.


આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરાશે
વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે તે અંગે ગુજરાત વિધાનસભામાં મંત્રી હર્ષ સંઘવીએ ડેટા સાથે આંકડાકીય માહિતી આપી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે રાજ્યમાં પોલીસ ઘટ વિશે સવાલ કર્યો હતો. તેણા જવાબમાં મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ પબ્લિક રેશિયો જળવાય તે માટે નવી ભરતી થશે. ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે. જેમાં પીએસઆઈ નવા 597, તો કોન્સ્ટેબલ 6600 સહીત એસઆરપીની ભરતી થશે. 


છેલ્લા બે વર્ષ માં પોલીસ વિભાગના 12816ની ભરતી કરવામાં આવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 2023ના છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગના જુદા-જુદા સંવર્ગમાં ૧૨,૮૧૬ની ભરતી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર હેઠળના પોલીસ સ્ટેશનમાં મંજૂર મહેકમ અંગેનાં પ્રશ્નના ઉત્તરમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૩૧/૧૨/૨૩ના છેલ્લાં બે વર્ષમાં કોઇ પણ મહેકમ મંજૂર થયેલ નથી. ગૃહ રાજ્યમંત્રીએ મેટ્રો સિટીમાં થતાં ગુન્હા સંબંધે થતી કાર્યવાહીના સંદર્ભે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ગુન્હા અટકાવવા તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવે છે. સમગ્ર દેશના ૩૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાત ક્રાઈમ રેટમાં ૩૩માં ક્રમે છે.


વેરાવળ ખાતે તાજેતરમાં પકડાયેલ ડ્રગ્સ સંબંધે ડ્રગ્સ પકડવા મદદગાર બનનાર બોટ માલિકને પ્રોત્સાહીત ઇનામી રકમ આપવા અંગેના પૂરક પ્રશ્નનાં ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે, આ માટે સંબંધીત પોલીસને રુ.10 લાખની પ્રોત્સાહિત રકમ આપવામાં આવી છે, જ્યારે બોટ માલિકને ઈનામ આપવાની રજૂઆત વિચારણા હેઠળ છે.