ઝી બ્યુરો/ગાંધીનગર: કૈલાસ માન સરોવર યાત્રા માટેની સહાયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે 50 હજાર રૂપિયાનો સહાય અપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હિન્દુઓ માટે ખુશખબર, સરકારે કૈલાશ માનસરોવરની યાત્રાની સહાય ડબલ કરી


કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપિયા 23 હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. 50 હજાર સહાય અપાશે.


વાવાઝોડાની દિશા જાણવા અજાણી લિંક પર ક્લિક ના કરતા, નહીંતર ખાતા પરથી પસાર થઈ બેલેન્સ


રજિસ્ટ્રેશનની પ્રક્રિયાઃ
કૈલાશ માનસરોવર યાત્રાનું રજિસ્ટ્રેશન ભારત સરકારની https://kmy.gov.in વેબસાઈટ પરથી થઈ શકે છે. આ યાત્રા કરવા ઈચ્છતા દરેક પાસે ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. યાત્રા શરૂ કરતા પહેલા યાત્રીઓએ દિલ્હીમાં ત્રણથી ચાર દિવસ યાત્રાની તૈયારી કરવા માટે અને મેડિકલ ટેસ્ટ માટે ફાળવવા પડે છે. પરંતુ જો તે ન ફાવે તો યાત્રી જાતે પણ પોતાની રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરી શકે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશ માટે પમ યાત્રીએ પોતાના હેલ્થ અને ફઇટનેસનું ચેકઅપ કરાવવું પડશે.


વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


આવા યાત્રીઓને નથી અપાતી પરવાનગીઃ
કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન લિપુલેખ રૂટ પરથી 200 કિ.મી જેટલું અને નાથુ લા રૂટ પરથી 35 કિ.મી જેટલું ટ્રેકિંગ છે. વળી ઉપર હવાનું દબાણ ઘટી જાય છે. તેને કારણે યાત્રીઓના શરીરમાં ઓક્સિજન લેવલ ઘટી જવાના કિસ્સા બને છે. આ ઉપરાંત માઉન્ટેન સિકનેસ, શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે. બ્રોન્કિયલ અસ્થમા, હાઈપર ટેન્શન અને ડાયાબિટીસ હોય તેવા લોકો માટે આ યાત્રામાં ટકી રહેવું મુશ્કેલ છે. આથી જ આવા ઊંચાણવાળા વિસ્તારમાં મોકલતા પહેલા તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. યાત્રા માટે તમારી વય 18 વર્ષથી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જરૂરી છે.


હદ વટાવતો કિસ્સો! સગીરાના શરીર પર હવસખોરે છાતી પર ભર્યા બચકાં, ઓરડીમાં ખેંચી ગયોને..


આવી તૈયારી કરવી જોઈએઃ
જો તમારે માનસરોવર યાત્રા કરવાની પ્રબળ ઈચ્છા હોય તો તમને હૃદયરોગ, અસ્થમા, વાઈ, ડાયાબિટીસ, બી.પી, પિરિયડ્સને લગતી તકલીફો, કેન્સર વગેરે રોગ ન હોવા જોઈએ. આ ઉપરાંત તમારુ વજન પણ મધ્યમ (બહુ વધારે કે બહુ ઓછું નહિ) હોવું જોઈએ. યાત્રા કરવાનો વિચાર હોય તો ઘણા સમય પહેલેથી જ નિયમિત કસરત કરવાની, બ્રીધીંગ એક્સરસાઈઝ (પ્રાણાયામ) કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. આ સાથે તમાકુ, ગુટખા, દારુ વગેરે વ્યસન છોડી ફિટ બનવા તરફ ધ્યાન આપવું જોઈએ. જો આમાંથી કશું પણ બરાબર નહિ હોય તો તમારુ માનસરોવરની યાત્રા કરવાનું સપનુ ક્યારેય પુરુ નહિ થાય.


પ્રવાસનનો ગઢ : એક બે નહીં આ ગુજરાતના આ જિલ્લોમાં ફરવાલાયક છે 10 પોપ્યુલર સ્થળો