Gujarat Weather Forecast : ગુજરાતમાં આજથી વાતાવરણમા પલટો આવવાનો છે. 29 થી 31 માર્ચ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. એવામાં અમદાવાદમાં સમી સાંજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર, એસજી હાઈ-વે, શિવરંજની, શ્યામલ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. આ સાથે જ ગુજરાતના 19 તાલુકામાં આજે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના વાવમાં સૌથી વધુ 1 ઈંચ તો થરાદમાં અડધો ઈંચ ખાબકતાં ઠેરઠેર પાણી ભરાયાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ


બીજી બાજુ આઈપીએલ રસિયાઓ માટે એક સારા સમાચાર મલી રહ્યા છે. 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાનાર છે. આ મેચમાં વરસાદનું વિધ્ન નડશે કે નહિ તેનું ટેન્શન ક્રિકેટ પ્રેમીઓને થયું છે. આખુ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ તેટલી ટિકિટ વેચાઈ છે. ત્યારે હવે વરસાદનું સંકટ માથે આવ્યુ છે. જોકે, અમદાવાદમાં 31 માર્ચના રોજની હવામાન વિભાગની આગાહી આવી છે, જે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે. 


ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ: વડોદરા કમિશ્નરનો બચાવ, અજંપાભર્યો માહોલ


હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. જોકે, IPL મેચના રસિકો માટે સારા સમાચાર છે. IPL દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આ ત્રણ દિવસોમાં કરા પડવાની શક્યતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટોર્મની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે. પરંતું આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. 


રામનવમીની રેલીમાં કોમી છમકલું: એક નહીં 3-3 વાર પથ્થરમારો, અસંખ્ય વાહનોમાં તોડફોડ


અંબાજીમાં વરસાદ
બનાસકાંઠાના અંબાજીમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. અંબાજીમાં બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા. હાઈવે પર પાણી ફરી વળતા લોકોને વાહન ચલાવવામાં હાલાકી પડી.બજાર વચ્ચેથી જાણે નદી વહેલી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો અનેક સોસાયટીમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો.


વડોદરામા ફરી વાર પથ્થરમારો: ગૃહ વિભાગ એલર્ટ, રાત્રે 12 વાગ્યા પહેલા હુમલાખોરોને પકડો


છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના ખેડૂતો માટે સાચા સમાચાર આવ્યા છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતા નહિંવત છે. એકાદ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ આવતીકાલ બાદ તાપમાનનો પારો પણ ઉપર જઈ શકે છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અનુભવ થશે. તોદક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહી શકે. પરંતુ મોટાભાગના વિસ્તારો પરથી માવઠાનું સંકટ હાલ પુરતું ટળી ગયું છે.


મહત્વનું છે કે, આઈપીએલની કુલ 7 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં પહેલી મેચ 31 માર્ચના રોજ રમાવાની છે.  


પાટીલનું કદ વધ્યું! દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં સ્થાન, ગુજરાતમાં રેકોર્ડ


અમદાવાદના સ્ટેડિયમમાં ક્યારે મેચ રમાશે


  • 31 માર્ચે, 9 એપ્રિલ, 16 એપ્રિલ, 25 એપ્રિલ, 2 મે, 7 મે 15 મે 

  • આઈપીએલની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે 


હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર મોરબી વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજકોટ જૂનાગઢ, સોમનાથ, અમરેલી, મોરબીમાં વરસાદ નોંધાશે. તો અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે. બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. જોકે, IPL મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદ નહીં પડે. 


IPL મેચમાં વરસાદની સંભાવના નહિવત 
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જોકે આવતીકાલે શરુ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પરંતુ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની અસર જોવા મળી શકે છે. 


ભાવનગરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 6 શ્રમિકોના કરૂણ મોત


વધુમાં જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, ભુજ, સુરેન્દ્રનગર, મોરબી,નર્મદા, વલસાડ, નવસારી,દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં કમોસમી વરસાદ પડી શકવાની સંભાવના જોવા મળી રહી છે. જો કે આવતીકાલથી માવઠાનું જોર ઘટતા વરસાદનું પ્રમાણ નહિવત વર્તાઈ રહ્યું છે.