પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર
PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 1,907 પુરુષ ઉમેદવારોને DV માટે બોલાવ્યા હતા, જ્યારે 809 મહિલા ઉમેદવારોને DV માટે બોલાવ્યાં હતા.
ઝી ન્યૂઝ/ગાંધીનગર: PSI મેઈન્સનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 1,382 જગ્યાની સીધી ભરતી માટે પરીક્ષા યોજાઈ હતી. 1,907 પુરુષ ઉમેદવારોને DV માટે બોલાવ્યા હતા, જ્યારે 809 મહિલા ઉમેદવારોને DV માટે બોલાવ્યાં હતા. હવે 2 હજારથી વધુ ઉમેદવારોના દસ્તાવેજની ચકાસણી થશે. તમને જણાવી દઈએ કે 12થી 19 જૂનના રોજ પરીક્ષા લેવાઈ હતી.
પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી. તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં પણ આવી હતી.
રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી. સરકારના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવ્યું હતું.
કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૮૪૮ |
EWS | ૨૬૦.૫૦ | ૧૮૮ |
SC | ૨૪૫.૦૦ | ૧૦૦ |
ST | ૧૯૫.૦૦ | ૨૭૪ |
SEBC | ૨૫૫.૦૦ | ૪૯૭ |
કુલઃ | ૧૯૦૭ |
(B) મહિલા ઉમેદવાર
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૧૮.૫૦ | ૩૮૨ |
EWS | ૨૦૬.૨૫ | ૮૬ |
SC | ૨૦૦.૨૫ | ૪૫ |
ST | ૧૮૨.૦૦ | ૭૬ |
SEBC | ૨૦૯.૨૫ | ૨૨૦ |
કુલઃ | ૮૦૯ |
(C) માજી સૈનિક ઉમેદવાર
કેટેગીરી | જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ | માજી સૈનિક કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૨૧૩.૪૦ | ૧૮ |
EWS | ૨૬૦.૫૦ | ૨૦૮.૪૦ | ૪ |
SC | ૨૪૫.૦૦ | ૧૯૬.૦૦ | ૧ |
ST | ૧૯૫.૦૦ | ૧૮૦.૦૦ | ૦ |
SEBC | ૨૫૫.૦૦ | ૨૦૪.૦૦ | ૧૧ |
કુલઃ | ૩૪ |
આમ ઉપરોકત (A) પુરૂષ ઉમેદવારો-૧૯૦૭ (B) મહિલા ઉમેદવારો-૮૦૯ અને (C) માજી સૈનિક ઉમેદવારો-૩૪ મળી કુલ-૨,૭૫૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ જાહેર કરવામાં આવ્યા છે.
ખાસ નોંધઃ
(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ.
(ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે.
(3) ઉમેદવારોની અત્યાર સુધી કોઇ ડોકયુમેન્ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે)
(૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube