ઝી બ્યુરો/ગાંધીનગર: સુશાસન દિવસે રાજ્ય સરકારની નવી પહેલોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મારી યોજના ઉપરાંત સ્વાગત 2.0, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ, શ્રમ અને રોજગાર વિભાગના પ્રકલ્પોનું લોકાર્પણ, સરકારી કર્મચારી-અધિકારીઓના ક્ષમતા નિર્માણ માટેના ગુજરાત પેજનું લોકાર્પણ થશે. 680થી વધુ સરકારી યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર મળશે. સંબંધિત યોજનાઓનો લાભ એક જ પોર્ટલ પરથી મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મારી યોજના (માહિતી વિભાગ)
- કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને “મારી યોજના” એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહેશે.


-આ પોર્ટલને કારણે રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધા વગર, સમય અને અંતરના બાધ વિના ઘરેબેઠા યોજનાઓની માહિતી સરળતાથી મેળવી શકશે, જેથી સરકાર અને નાગરિકો વચ્ચેનો સેતુ મજબૂત થશે. 


‘સ્વાગત ૨.૦’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપ


- રજૂઆત કર્તાની રજૂઆતો/ફરિયાદોની ગંભીરતા અથવા જટિલતાના આધારે GREEN, YELLOW અને RED ચેનલમાં વર્ગીકૃત કરીને ફરિયાદના નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.


- જો સંબંધિત અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં જવાબ ન થાય અથવા તો તે સમયમર્યાદા પૂર્ણ થાય તો રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીના એકાઉન્‍ટમાં ઓટો એસ્કેલેટ થશે અને ત્યાર બાદ ઉપરના અધિકારી કાર્યવાહી કરશે.


- રજૂઆતકર્તા જો કાર્યવાહિથી અસંતુષ્ટ હશે તો ફીડબેક આપીને તેનો ઓટો એસ્કેલેટ કરી ઉપરના લેવલ સુધી જઈ શકશે. 


- સ્વાગત મોબાઇલ એપ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ નાગરિકો ઓનલાઇન રજૂઆત કરી શકશે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે.


સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ


- પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી(PDEU), ગાંધીનગર ખાતે ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ સેમીકન્ડક્ટર તાલીમ કેન્દ્ર ATMP (Assembly, Testing, Marketing, Packaging, Training Centre) આવનારા 5 વર્ષમાં 1 હજાર યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ આપશે. 


- ગુજરાત ફાઈબર ગ્રિડ નેટવર્ક લિ. (GFGNL) મારફતની Bharat Net Phase-2 અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી દ્વારા 40,000 ગ્રામ્ય સરકારી સંસ્થાઓને પાટનગર ‘ગાંધીનગર’ સાથે જોડવામાં આવશે, હર ઘર કનેક્ટિવિટી હેઠળ 25,000 ફાઈબર-ટુ-હોમ(FTTH) જોડાણ અપાશે અને ‘ફાઈબર-ટુ-ફાર ફલંગ ટાવર્સ’ પહેલ અંતર્ગત 30,000 કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લીઝ કરી 1,000થી વધુ ગ્રામીણ ટાવર્સને જોડી રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજ અને કનેક્ટિવિટીની ગુણવત્તામાં વધારો કરાશે. 


- રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભુજ ખાતે અમેરિકાની પ્રતિષ્ઠિત કમ્પની "પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ" દ્વારા નિર્માણ પામેલ દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત થશે. તેમાં દેશમાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું સી.ડી.કે 24 (CDK24) ટેલિસ્કોપ છે. 


- ઇ-સરકારમાં ભાષિણી સ્પીચ ટુ ટેક્સટ સર્વિસ અને ડિજિટલ યુનિફાઇડ પોર્ટલ અંતર્ગત સિંગલ સાઈન-ઓન(SSO)નું ઇ-લોકાર્પણ (Director ICT & E-Gov)


ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i-GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ રાજ્ય


- રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યૂલ મળી રહે તે માટે ભારત સરકારના ડિજિટલ લર્નિગ પ્લેટફોર્મ i GOT કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ કાર્યરત થયું છે. 


- પોંડીચેરી બાદ ગુજરાત બીજું રાજ્ય છે જેનું સ્ટેટ પેજ કાર્યરત થશે. 


ઈ-જન સેવા કેન્દ્ર


- રાજ્યની 34 નગરપાલિકાઓમાં સીટીઝન સિવિક સેન્ટર કાર્યરત થતાં આ નગરોના નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. 
શ્રમ અને રોજગાર વિભાગના નવા સેવા કાર્યો


- સરકારની કૌશલ્યા ધી સ્કીલ યુનિવર્સીટી દ્વારા અમદાવાદની ડ્રોન મંત્રા લેબમાં બનાવેલા 100 ડ્રોન રાજ્યની 19 આઇ.ટી.આઇ.માં ડ્રોન પાયલોટ ટ્રેનિંગ માટે આજે આપવામાં આવ્યાં છે. 


- કલોલની સ્વર્ણિમ યુનિવર્સિટીના કેન્દ્રમાં 450 યુવાઓને ડ્રોન તાલીમ અને લાયસન્સ અપાયા છે.


- રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે પણ આવશ્યક છે. 


- રાજ્યકક્ષાથી ગ્રામ્યકક્ષા સુધીનું રાજ્ય વ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઉભું કરવા માટે કનેક્ટ ગુજરાત ('Connect Gujar@t') અભિયાનની શરૂઆત આજે સુશાસન દિવસથી થઈ રહી છે.


- તેના પરિણામે લોકોને સરકારની કામગીરીનો, વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હોય તેનો સાચો ફિડબેક મળશે.


- આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે. આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યાં છીએ અને બંધારણની 75મી વર્ષગાંઠ પણ આ વર્ષે છે. 


- સાથે દેશની પ્રશાસનિક સેવાના પિતામહ એવા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીનું ૧૫૦મું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનારા પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિનું વર્ષ છે. 


-  વડાપ્રધાન હંમેશા કહે છે કે આ અમૃતકાળ એ મોટા સંકલ્પો લઇને આગળ વધવાનો આપણો કર્તવ્યકાળ છે અને રાજ્ય માટે મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો સુભગ સમન્વય છે.


- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો સુશાસન-ગુડ ગવર્નન્સની દિશાને નવું જ સ્વરૂપ આપ્યું.


- અટલજીની સુરાજ્ય ક્રાંતિને તેમણે આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સના આયામો તેમા જોડ્યા છે.      


- ગવર્નન્સના ડિજીટાઇઝેશનને કારણે છેવાડાના લોકો સુધી, સમાજના નીચેના વર્ગ સુધી તેમના હક્કો પહોંચાડવા સરળ બન્યા અને વચેટીયાઓ દૂર થયાં છે. 


-આ પ્રકારનની ગુડ ગવર્નન્સને કારણે વડાપ્રધાનશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.