ઝી બ્યુરો/રાજકોટ: સહકારી ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 20નો વધારો કરાયો છે. 21માર્ચથી દૂધ મંડળીઓને કિલો ફેટના રૂપિયા 790 ચુકવાશે. ગત વર્ષની સરખામણીએ રૂપિયા 90નો વધારો થયો છે. જેનાથી 50 હજારથી વધુ દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘે આ નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કરા સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કરી એડવાઇઝરી


રાજકોટના (Rajkot) પશુપાલકો (Animal husbandry) માટે સારા સમાચાર છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી  (District Cooperative Dairy)દ્વારા ફરી એક વખત દૂધના (Milk) ભાવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 20નો વધારો કરાયો છે. હવે આ ભાવવધારાથી પશુપાલકોને લાભ થશે. સાથે જ ઉનાળાની શરૂઆત થતા જ દૂધના ભાવમાં વધારો કરી દેવાયો છે. જેથી આજે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા વધારો આપવા નક્કી કરાયું છે.


ગુજરાતમાં એક સાથે બે વાયરસ મચાવશે હાહાકાર! H3N2 વાયરસના ડર વચ્ચે આજે કોરોના વિસ્ફોટ


હાલ કપાસીયા ખોળના ઊંચા ભાવોને ધ્‍યાનમાં લઇ તેમજ દૂધમાં થયેલા ભાવવધારાનો સીધો લાભ દૂધ ઉત્‍પાદકોને મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.  નોંધનીય છેકે સહકારી દૂધ સંઘે દૂધનાં ખરીદ ભાવમાં રૂ. 20નો વધારો કર્યો છે. આમ હવે પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 790 કરવા નિર્ણય કર્યો છે.


ગુજરાતમાં નવી 21 GIDC બનાવવાની જાહેરાત, જાણો અમદાવાદ સહિત કયા વિસ્તારોમાં સ્થપાશે


ગત વર્ષે આ સમયે ફેબ્રુઆરી-માર્ચ 2021માં મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 790 ચૂકવાતો હતો. દૂધ સંઘ દ્વારા આગામી 21 માર્ચથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ.790 ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધારે દૂધ ઉત્‍પાદકોને આર્થિક ફાયદો થશે.