નવનીત દલવાડી, ભાવનગરઃ રાજ્યમાં એક તરફ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાવાને કારણે ખેતી ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યા થઈ રહી છે. ત્યારે ભાવનગર જિલ્લા માટે સારા સમાચાર છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 80 ટકા ભરાય ગયો છે. ભાવનગર જિલ્લામાં સારા વરસાદને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરની જનતાને મળશે રાહત
ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમ ભરાવાને કારણે ભાવનગરના લોકોને મોટી રાહત મળશે. શેત્રુંજી ડેમમાં નવી નીરની આવક થતાં 1 વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ડેમમાં 10 ઇંચ નવા પાણીની આવક થઈ છે. હાલમાં ડેમની સપાટી 31 ફૂટ 6 ઇંચ થઈ ગઈ છે. 


આ પણ વાંચો- ધોરણ-12 સામાન્ય પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 27.83 ટકા ઉમેદવારો પાસ


નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમમાં નવા પાણીની આવક થતા લોકોને રાહત મળી છે. ડેમ હજુ 80 ટકા ભરાયો છે. ડેમમાં નવા પાણીની આવક થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામડાઓને એલર્ટ કરાયા છે. પાલિતાણા તાલુકાના 5 ગામ અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ કરાયા છે. 


રાજ્યમાં વરસાદની આગાહી
 રાજ્યમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવાર 22 ઓગસ્ટે રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું કે 23 ઓગસ્ટ સોમવારે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે હજુ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદની ઘટ છે. શ્રાવણ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube