જયેશ દોશી/નર્મદા: ચોમાસામાં નર્મદા ડેમ જોવાની ઇચ્છાઓ ધરાવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે લોકો સ્ટેચ્યું ઓફ યુનિટી જોઇ ચૂક્યા હોય અને હવે માત્ર નર્મદા નદી પર તૈયાર થયેલા સરદાર સરોવર ડેમને જોવા માંગતા હોય તેવા લોકો માટે રાહતના સમચાર આવ્યા છે. હવે માત્ર 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવાથી યુનિટી બસ સેવા દ્વારા ડેમ સુધી જઇ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મેધ રાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે ચારેબાજુ હરિયાળી છવાઈ ગઈ છે. આવા સમયે પ્રવાસીઓનો ઘસારો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ તરફ જોવા મળી રહ્યો છે. આવા સમયે નર્મદા ડેમ જોવા માંગતા પ્રવાસીઓમાં મોટી માત્રા ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારમાંથી પ્રવાસીઓ નર્મદા જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે.


દેશની રક્ષાના ઉદ્દેશ સાથે અમદાવાદમાં તૈયાર થઇ 6 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી ‘અનોખી રાખડી’


હવે એક એવો નિર્ણય કરાયો છે જેના કારણે નર્મદા ડેમ જોવા માંગતો પ્રવાસીઓને વધારે પૈસા ચુકવવા પડશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઇઓ અને કલેકટર આઈ.કે.પટેલે કર્યો હુકમકર્યો છે કે માત્ર 50 રૂ./પ્રતિ વ્યક્તિ ચૂકવવા થી યુનિટી બસ સેવા દ્રારા ડેમ સુધી જઇ શકાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટીકીટ લીધા વગર માત્ર ડેમ ની ટીકીટ પણ ઉપલબ્ધ રહેશે.


જુઓ LIVE TV :