અમિત રાજપૂત/અમદાવાદ: સરકારી ખાતામાં રોજગારી મેળવવા માટેની ઇચ્છાઓ ધરવાતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત એસટી નિગમ દ્વારા ટૂંક સમયમાં વિવિધ જગ્યાઓને લઈને ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમ દ્વારા વર્ષ 2020 સુધીમાં 5300 જેટલી જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત એસટી નિગમ દ્વારા નિવૃત થતા કર્મચારીઓની જગ્યાઓ પર નવી ભરતી કરવાની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી એસટી નિગમમાં નિવૃત થતા કર્મચારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો. અને નિગમમાં ખાલી પડેલી જગ્યાઓનાં લીધે એસટી સેવા પર માઠી અસર પડી રહી હતી. જોકે, ગુજરાત સરકારની મંજુરી બાદ એસટી નિગમમાં મહાભરતી અભિયાન શરુ કરવામાં આવ્યો છે.


ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીમની ટીશર્ટમાં દેખાયા


એસટી નિગમ દ્વારા વિવિધ 5300 જેટલી જગ્યાઓ ભરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એસટી નિગમમાં રાજ્યવ્યાપી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જગ્યાઓ પર અરજીઓ મંગાવીને એસટી નિગમ પરીક્ષા અને અન્ય ટેસ્ટનાં માધ્યમથી કર્મચારીઓની ભરતી કરશે.


‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ કહી બાયડમાં કરાયો ધવલસિંહ ઝાલાનો વિરોધ
 
 એસટી નિગમમાં ૫૩૦૦ જગ્યાઓ પર ભરતી


  •  ડ્રાઈવર - ૨૨૪૯ જગ્યાઓ 

  •  કંડકટર - ૨૩૪૩ જગ્યાઓ 

  •  હેલ્પર - ૩૦૮ જગ્યાઓ 

  •  વર્કશોપ સ્ટાફ - ૩૫૯ જગ્યાઓ 

  •  ક્લાર્ક - ૯૩ જગ્યાઓ 

  •  ટ્રાફિક કંટ્રોલર - ૬૫ જગ્યાઓ 

  •  જુનીયર સહાયક - ૨૯ જગ્યાઓ 

  •  સહાયક ટ્રાફિક ઇન્સ્પે. - ૨૧ જગ્યાઓ

  •  ટ્રાફિક ઇન્સ્પે. - ૨૨ જગ્યાઓ 

  •  જુનીયર એકાઉટેન્ટ - ૧૫ જગ્યાઓ 

  •  જુનીયર એન્જીનીયર - ૨૦ જગ્યાઓ 

  •  સુરક્ષા મદદનીશ - ૦૮ જગ્યાઓ 

  •  આસી. સુરક્ષા નિરીક્ષક - ૦૯ જગ્યાઓ 

  •  સ્ટોરકીપર - ૦૯ જગ્યાઓ 

  •  સિનીયર એકાઉટેન્ટ - ૦૬ જગ્યાઓ 


અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ


જુઓ LIVE TV



ગુજરાત એસટી નિગમ દ્વારા ૨૦૧૭-૧૯ દરમિયાન ૬ હજારથી વધુ કર્મચારીઓની ભરતી કર્યા બાદ ફરીથી ૫૩૦૦ જેટલા નવા કર્મચારીઓની ભરતી પ્રકિયા શરુ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૦ સુધી રાજ્યભરમાં વધુ બસોના સંચાલનની સ્થિતિ અને નિવૃત થતા કર્મચારીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને તમામ સ્ટાફની ભરતી કરવામાં આવશે. પરિક્ષા પાસ કર્યા બાદ એસટી નિગમ દ્વારા મેરિટનાં આધાર પર સિલેકશન લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને નિવૃત થતા કર્મચારીઓની સામે તેમને પોસ્ટીંગ આપવાની યોજના નિગમ દ્વારા બનાવવામાં આવી છે. ગુજરાત સરકાર યુવાનોને રોજગાર આપવાના અભિગમનાં લીધે એસટી નિગમમાં મહાભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.