સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે ખુશખબર, ગુજરાત પોલીસ વિભાગમાં કરશે 7 હજાર યુવાનોની ભરતી
પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે આજે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. બીજી બાજુ રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. જેમાં 22 હજાર જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.
ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી ભરતીનીરાહ જોતા યુવાનો માટે એક ખુશખબર મળી રહ્યા છે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે 7 હજાર યુવાનોની ભરતી કરશે. આ ભરતી ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં કરશે. અગાઉ પણ પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ ભરવાના સંકેત આપવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે આજે સરકારે એક સારા સમાચાર આપ્યા છે. બીજી બાજુ રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. જેમાં 22 હજાર જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.
જિજ્ઞેશ મેવાણી સામે 2 હાથ જોડીને ચૌંધાર આંસુએ રડ્યો પરિવાર,જાણો મેહોણાની ચકચારી ઘટના
સરકારનું સોગંદનામું
આજે SCના આદેશ અનુસાર પોલીસને લગતી બાબતોને લઈ સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતના પોલીસ વિભાગમાં 22 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. એટલે કે પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ભરવાની બાકી છે. 96,194 ખાલી જગ્યાઓમાંથી 73,000 જેટલા પદો પર ભરતી કરાઈ છે. રાજ્યમાં સ્ટેટ રિઝર્વ ફોર્સની કુલ જગ્યાઓમાંથી 4000 જગ્યાઓ ખાલી છે.
5 વર્ષની દિવ્યાંગ બાળકીની હત્યામાં ચોંકાવનારો ખુલાસો, માતાએ પટકતાં પાંસળીઓ તૂટી ગઈ
હાઈકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
અરજદારની માગ પર ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. કોર્ટે રેલી, સભાઓ અને સરઘસો અંગેનું જાહેરનામુ પેપર અને મીડિયામાં પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્ય સરકારને એડિશનલ એફિડેવિટ ફાઈલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે 21 ઓગસ્ટના હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
ઓલપાડમાં રાત્રે એવું શું બન્યું કે સમગ્ર ટાઉન પોલીસ છાવણીમાં ફેરવાયું, વાતાવરણ તંગ
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતી હોવાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર 9 માર્ચે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસ વિભાગની ખાલી જગ્યાઓને લઈ સરકારને કેટલાક સવાલો પુછ્યા હતા. જેમાં સરકારે જવાબ આપ્યો હતો કે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની કાર્યાવાહી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે એવો જવાબ રજૂ કર્યો હતો.
જ્યાં PM, CM, મંત્રી-સંત્રીઓ રોકાય છે, ત્યાં કેમ નથી CCTV? કોઈ ઘટના બને તો જવાબદારી