Gujarat Police Recruitment 2024: પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેમાં આજે રાજ્ય સરકાર એક મોટો નિર્ણય લીધો છે. આજે પોલીસબેડામાં મોટી ભરતી જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-3 સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે.



ઓનલાઈન અરજી કરવાની રહેશે
પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.



1/- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.


૨/- ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas gujarat gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામા આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.


૩/- પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat gov in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.


૪/- ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉકત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે.



5/- ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.


6/- ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફકત એક જ અરજી કરવાની રહેશે અને કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.


7/- આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.