સાગર ઠક્કર/ જૂનાગઢ: સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી મહેર થઈ છે, જૂનાગઢ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને સારા વરસાદને કારણે ખેતી પાકોને જીવતદાન મળ્યું છે, ખેતરમાં રહેલા મગફળી, સોયાબિન અને કપાસના પાકોને વરસાદને લઈને ફાયદો થયો છે અને હજુ પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પાકોમાં ખેડૂતો હવે સોયાબિનની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત અઠવાડીયા સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ કુદરતે મહેર કરી હોય તેમ બે દિવસથી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રો આનંદીત થયા છે કારણ કે ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવતી હતી, પાણીના વાંકે ખેતી પાકોને અસર પડે તેમ હતી પરંતુ સમયસર વરસાદ થઈ જતાં હવે ખેડૂતોની ચિંતા ટળી છે અને ખેતી પાકો માટે જીવતદાન સમાન વરસાદ વરસી રહ્યો છે અને હજુ આગામી અઠવાડીયામાં પણ મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે, જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદની સંભાવના છે તેને લઈને ખેડૂતોને હવે પિયત માટે કોઈ ચિંતાની આવશ્યકતા નથી.


આ પણ વાંચો:- તહેવારો પહેલા આવ્યા માઠા સમાચાર, કપાસિયા-સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો


જૂનાગઢ જીલ્લામાં જ્યાં પાણીની વ્યવસ્થા હતી ત્યાં આગોતરૂ વાવેતર થયું હતું અને ત્યારબાદ વાવણી લાયક વરસાદ થયો હતો અને ધરતીપુત્રોએ વાવણી કરી હતી. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે, જીલ્લાનો મુખ્ય પાક મગફળી છે અને ચાલુ વર્ષે 2.23 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જીલ્લામાં અત્યાર સુધી મગફળી બાદ બીજા નંબરે કપાસનું વાવેતર થતું હતું પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો સોયાબિનની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે.


આ પણ વાંચો:- વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન


જૂનાગઢ જીલ્લામાં ચાલુ વર્ષે  થયેલા વાવેતર પર નજર કરીએ તો... મગફળી 2,23,900 હેક્ટરમાં, સોયાબિન 50,400 હેક્ટરમાં, કપાસ 32,545, હેક્ટરમાં, ઘાસચારો 10,143 હેક્ટરમાં, શાકભાજી 4,515 હેક્ટરમાં, અડદ 1,260 હેક્ટરમાં, મગ 1,030 હેક્ટરમાં, તલ 195 હેક્ટરમાં, દિવેલા 188 હેક્ટરમાં અને તુવેરનું 60 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આમ કુલ 3,24,236 હેક્ટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે, જીલ્લામાં સરેરાશ 3,33,369 હેક્ટરમાં વાવેતર થાય છે.


આ પણ વાંચો:- ભાડાના મકાનમાં શરૂ કર્યો નકલી દારૂ બનાવવાનો બિઝનેસ, સુરત પોલીસે જમીન દલાલે ઝડપી પાડ્યો


આમ ચાલુ વર્ષે ચોમાસાંનો શરૂઆતનો તબક્કો ચિંતાજનક રહ્યો પરંતુ હવે વરસાદી માહોલ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પણ જે વરસાદ થયો છે અને થવાનો છે તે ખેતીપાકો માટે ફાયદાકારક વરસાદ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube