ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ: શહેરના સિંધુ ભવન રોડ પરની તાજ સ્કાયલાઇન હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મેટ્રીમોનિયલ સાઇટ બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો. અને બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. જોકે યુવકે ચા મા કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજારી સગાઈ તોડી નાખી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે સરખેજ પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ હૈદરાબાદની યુવતી અમદાવાદ આઈઆઈએમ ખાતે સેમિનારમાં ભાગ લેવા અમદાવાદ આવી હતી. google કંપનીમાં કામ કરતી યુવતી હોટલ તાજ સ્કાય લાઈનમાં રોકાઈ હતી. તે સમયે મેટ્રોમોનિયલ સાઈટ પરથી પરિચયમાં આવેલા યુવક આમીર અકિલ શેખ તેને મળવા આવ્યો અને સગાઈ નક્કી થઈ હોવાથી તેણે યુવતીને ડિનર ડેટ માટે ઓફર કરી હતી. બીજા દિવસે યુવકે હોટલ પર જઈ યુવતીની ચા મા કેફી પીણું પીવડાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગેની જાણ હૈદરાબાદ જઈ પરિવારને કરતા પરિવારે હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ઝીરો નંબરથી સરખેજ પોલીસ મથકમાં ટ્રાન્સફર થતા પોલીસે બળાત્કારી યુવકની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube