ઉદય રંજન/ અમદાવાદઃ ગુજરાત યુનિવર્સીટી કેમ્પસની આસપાસ અસામાજીક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, જેના કારણે અહીં વિવિધ કોલેજોમાં અભ્યાસ કરવા આવતા સભ્ય ઘરના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં દહેશતનો માહોલ પેદા થયો છે, શુક્રવારે શહેરની ખ્યાતનામ એલ.ડી.આર્ટ્સ કોલેજમાં એડમિશન લેવાની બાબતે એક વ્યક્તિએ નશાની હાલમાં આવી પ્રિન્સીપાલની કેબીનમાં તોડફોડ કરી હતી. આ વ્યક્તિ એટલો નશામાં હતો કે, પ્રિન્સિપાલની કેબિનમાં તોડફોડ કર્યા બાદ પણ અટક્યો નહીં અને બહાર નીકળીને કેમ્પસમાં રહેલી કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે પણ અસભ્ય વર્તણૂક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોહન રબારી નામનો એક યુવાન એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એડમીશન લેવા બાબતે પોતાના સાથીદારોને લઈને આવ્યો હતો. તેણે ભરપૂર દારૂ પીધેલો હતો અને તેની સાથે આવેલા અસામાજિક તત્વો સાથે મળીને તેણે પ્રિન્સીપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી, તેમજ સ્ટાફ સાથે પણ મારામારી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આરોપી મોહન પ્રિન્સિપાલને 5 એડમિશન કરી આપવા માટે દબાણ કરી રહ્યો હતો. 


તીડનો આ Video જોઈને આવશે ચીડ : હવે તીડના ઈંડા ખેડૂતો માટે બન્યા માથાનો દુખાવો


પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કર્યા પછી આરોપી બહાર નિકળીને પાર્કિંગમાં ઉભેલી એક વિદ્યાર્થીની સાથે પણ ગેર વર્તણુક કરી હતી અને તેની સાથે પણ મારામારી કરી હતી. કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે મારામારી કરી રહેલા યુવકને જોઈને કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને આરોપી મોહન રબારીની ધરપકડ કરી લીધી હતી.


આરોપી મોહન રબારી વિરુઘ્ઘ અગાઉ પણ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. આ ઉપરાંત તે 6 મહિના માટે અમદાવાદ શહેરમાંથી તડીપાર પણ થઈ ચુકેલો છે.
હાલ તો સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસે આરોપી વિરુધ્ધ પ્રોહીબિશન, તોડફોડ અને વિદ્યાર્થીની છેડતી આમ ત્રણ અલગ અલગ ગુના નોઁધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અને યુવકને જેલને હવાલે કરી દીધો છે. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....