ઈટાલિયાનું આ ગીત શું સંકેત આપે છે : AAP માંથી સાઈડલાઈન થયેલા પાટીદાર નેતા કોઈ નવાજૂની કરશે?
Gopal Italia : આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ જે ગીત ગાતો વીડિયો શેર કર્યો છે, તેને કેપ્શન આપી છે ……तेरी महेफ़िल में लेकिन हम न होंगे!. ભારે હૃદયે નદીના કિનારે તેઓ આ ગીત ગાતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે
AAP Gujarat : ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઉભુ કરનાર અને પોતાના બળે સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષમાં બેસનાર આમ આદમી પાર્ટીના યુવા પાટીદાર નેતા ગોપાલ ઈટાલિયા હાલ ક્યા પિક્ચરમાં નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી ગોપાલ ઈટાલિયા ગાયબ છે. આમ આદમી પાર્ટીમાંથી સાઈડલાઈન કરાયા બાદ ગોપાલ ઈટાલિયા રાજકારણથી ગાયબ જેવા છે. ત્યારે આપ ગુજરાતમાં સાઈડલાઈન થયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર એક ગીત ગાતો વીડિયો શેર કર્યો છે. કે ઈટાલિયા કોઈ નવાજૂની કરશે તેવુ આ ગીત પરથી જણાઈ રહ્યું છે. શું ગોપાલ ઈટાલિયા કોઈ નવાજૂની કરશે. આ ગીતના શબ્દો જાણે તેઓ આપને અલવિદા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ જે ગીત ગાતો વીડિયો શેર કર્યો છે, તેને કેપ્શન આપી છે ……तेरी महेफ़िल में लेकिन हम न होंगे!. ભારે હૃદયે નદીના કિનારે તેઓ આ ગીત ગાતા વીડિયોમાં દેખાઈ રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે, તેરી મહેફિલ મેં હમ ન હોંગે... ગોપાલ ઈટાલિયા ગીત ગાઈને કંઈ સંકેત આપી રહ્યા છે? આપમાંથી કટ ટૂ સાઈઝ થયેલા ઈટાલિયા આ ગીત ગાઈને કંઈ સંકેત આપી રહ્યા છે? શુ હવે તે આપ છોડશે અને અન્ય રાજકીય પાર્ટીમાં જોડાશે?
સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ લોકોએ અનેક પ્રતિભાવ આપ્યા. મોટાભાગના લોકોએ કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાશે. કોઈએ કહ્યું કે, ગોપાલ ભાઇ એમ કે છે કે મને યાદ કરવા વાળા મને યાદ કર્શેજ પણ હજી આપડે ભાજપ મા આવવાનું નથી થતું ભલે ગમે એ થઈ જાય. તો અન્ય એક યુઝરે લખ્યું કે, આ કળિયુગ મા કોઈ ઇમાનદાર માણસ ની કદર નથી જેવી પ્રજા એવો રાજા. અન્ય યુઝરે લખ્યું કે, ફાયાર બ્રાન્ડ નેતા છે એને સાઈડ લાઈન કરી ને આમ આદમી પાર્ટી એ આમ આદમી પાર્ટી નું નુકસાન કરે છે અત્યારે મુત્પય થઈ ગઈ છે પાર્ટી. તો કેટલાક યુઝરે એવુ પૂછી પણ લીધું કે, બાપુ તમે ક્યા જાઓ છો.
આમ આદમી પાર્ટીનો સિતારો બુલંદ કરવામાં ગોપાલ ઈટાલિયાનો મોટો ફાળો છે. પરંતુ વિધાનસભાની ચૂંટણી સમયથી જ રાજકારણમાં ગોપાલ ઈટાલિયાની પડતી થઈ. સુરતમાં આપનો ડંકો વગાડનાર ઈટાલિયાને વિધાનાસભાની ચૂંટણીમાં કતારગામ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી સમયે ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નીચ' કહેતો વીડિયો અચાનક વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો. આ વીડિયોએ ભારે વિવાદ જગાવ્યો હતો. આ વચ્ચે જ આપમાંથી ગોપાલ ઈટાલિયાને સાઈડલાઈન કરાઈને ઈસુદાન ગઢવીને મોટા કરાયા. હાલ વાત કરીએ તો, વિધાનસભાની ચૂંટણી પછી ગોપાલ ઈટાલિયાને આમઆદમી પાર્ટીએ ગુજરાતના પ્રદેશપ્રમુખ પદેથી ખસેડીને મહારાષ્ટ્રના પ્રભારી બનાવ્યા છે.
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો જુવાળ હતો ત્યારે હાર્દિક પટેલની જેમ જ ગોપાલ ઈટાલિયાનું પણ સોશિયલ મીડિયા પર ફેન-ફૉલોઈંગ છે. ગોપાલ ઈટાલિયાએ યુવાનોમાં લોકપ્રિયતા મેળવી છે.