અમદાવાદ :ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે. ત્યારે જાહેરાત દરમિયાન ગોપાલ ઈટાલિયાની સ્પીચ હાલ ચર્ચાના ચગડોળે ચઢી છે. ઇસુદાનનું નામ જાહેર થયા બાદ જાણે ગોપાલ ઈટાલિયાની મનની વાત બહાર આવી હોય તેમ તેઓ લાગણીને બદલે વેદના શબ્દ બોલ્યા હતા. ત્યારે આ સમયે જોવા જેવી થઈ હતી. જોકે, બાદમાં તેમણે આ શબ્દો સુધાર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોપાલ ઈટાલિયા ઈસુદાનની જાહેરાત દરમિયાન ‘વેદના’ શબ્દ બોલ્યા હતા. સ્પષ્ટ અને આક્રમક શબ્દો બોલવા ટેવાયેલા ગોપાલ ઈટાલિયા જ્યારે આવું બોલ્યા ત્યારે તેમના મનના અંદરની અકળામણ બહાર આવી ગઈ હોય તેવું લાગ્યુ હતું. તેઓ લાગણી અને વેદના વચ્ચેનો ભેદ ચૂકી ગયા હતા, પરંતું તેમના આ શબ્દોનો શુ અર્થ કાઢવો. 


આ પણ વાંચો : એક મતદાર પણ બાકી ન રહે... ટાપુ પર તો દુર્ગમ જંગલમાં, આ છે ગુજરાતના વિશેષ મતદાન મથકો


સરવે બાદ ઈસુદાનની પસંદગી 
મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીએ CMના ઉમેદવાર માટે એક સર્વે કરાવ્યો હતો. જેમાં 16 લાખ 48 હજાર 500 લોકોએ રિસ્પોન્સ આપ્યો હતો. 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને સમર્થન આપ્યુ. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાની સાથે જ ઈસુદાન ગઢવી ભાવુક થયા હતા. જાહેરાત થતા જ તેઓ સૌથી પહેલા તેઓ પરિવારને મળવા ગયા હતા. સ્ટેજ પરથી નીચે ઉતરીને માતાના આર્શીવાદ લીધા હતા. 



આપની ઈસુદાન માટે અપીલ 
આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે.  આમ આદમી પાર્ટીએ કરેલા સર્વેના પરિણામો જાહેર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતની જનતા પાસે કરાવાયેલા સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો હતો. આમાંથી 73%એ ઈસુદાનને પસંદ કર્યા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીના નામની જાહેરાત થતા તેમનો પરિવાર ભાવુક થયો હતો અને લોકોને ઈસુદાનનો સાથ આપવા અપીલ કરી હતી.