હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભાના ચોમાસા સત્રમાં સરકારે સ્વિકાર્યો કે રાજ્યમાં છેલ્લા 2વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. ગત બે વર્ષમાં 52 સિંહ તથા 74 સિંહણો અને 90 બચ્ચાઓના મોત  અને 6 વણખોવાયેલા સહિત એમ કુલ 222 સિંહોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્નના લેખિત જવાબમાં વનમંત્રીએ જણાવ્યું કે, 23 સિંહોના મૃત્યુ અકુદરતી થયા છે. જેમાં 9 સિંહણ,9 સિંહ અને 5 બચ્ચાનો સમાવેશ થાય છે. રાજ્યમાં 2015ની વસ્તી ગણતરી પ્રમાણે 523 સિંહ હતા. જ્યારે સરકારના દાવા પ્રમાણે મૃત્યુ પામેલા સિંહોમાં કુદરતી રીતે 199 સિંહના મૃત્યુ થયા છે.


જુઓ LIVE TV:



વિધાનસભાના ચોમાસા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સિંહો અંગે પૂછેલા પ્રશ્નોના જવાબમાં વનમંત્રીએ સ્વિકાર કર્યો કે, રાજ્યમાં ગત બે વર્ષમાં 222 જેટલા એશિયાઇ સિંહોના મોત થયા છે. રાજ્યમાં ગત 2015માં કરવામાં આવેલી સિંહોની ગણતરીમાં 523 જેટાલ સિંહો હતા.