ગાંધીનગર: કેબિનેટની બેઠક પૂર્ણ થતા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓ માટે સારા સમચાર આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેપારીઓ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર રાજ્યમાં 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. અને વેપારી ધંધો કરી શકશે. આ નિર્ણય કેબિનેટમાં લેવામાં આવેલા આ નિર્ણયની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વેપારીઓને આ નિર્ણયથી મોટી સંખ્યામાં ફાયદો થશે. અને રિટેલ બજારમાં પણ વેપારીઓ 24 કલાક દુકાનો ખુલ્લી રાખીને ધંધો વધારી શકે છે. વધુમાં માહિતી આપતા જણાવ્યું કે 7 લાખ જેટલા દુકાનદારો 24 કલાક ચાલુ રાખી શકાશે. જેથી દુકાનદારોની આવકમાં વધારો જોવા મળશે. રાત્રે દુકાનો ચાલુ રાખનાર લોકોની રોજગારી વધશે.


નવસારી : PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે ખેડૂતો બોલ્યા, ‘જાન દેંગે પણ જમીન નહિ દેંગે’


રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં આવેલા નિર્ણયો 


  • ૭ લાખ દુકાનદારો ૨૪ કલાક ચાલુ. રાખી શકાશે

  • રાત્રે દુકાનો ચાલુ રાખવાના ને રોજગારી મળશે

  • કર્મચારીઓ માટે દુકાનમાં ઓવર ટાઈમ માં દોઢ ગણા પગાર ની જગ્યાએ ડબલ પગાર આપવો પડશે

  • મહિલાઓને સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી જ નોકરી કરી શકશે. 

  • દુકાનમાં રાત્રે મહિલા કર્મચારીઓ રાખી શકાશે નહીં

  • 100થી વધુ મહિલાઓ કામ કરતી હશે તો ઘોડીયાઘરની વ્યવસ્થા કરવી પડશે.

  • અસરગ્રસ્ત વિસ્તારોમાં 22 લાખ ખેડૂતોને લાભ મળશે તેમાંથી 18 લાખ ખેડૂતોએ અરજી કરી છે.

  • એક સપ્તાહ 2038 કરોડની ચુકવણી કરવામાં આવશે.

  • આ વર્ષે પણ સુજલામ સુફલામ્ અભિયાન ૧૫મી ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવશે.

  • શોપ એક્ટમાં સુધારો કરવાની કેબિનેટની બેઠકમાં મંજુરી આપી 

  • શોપ એક્ટ અનુસાર વિધાનસભામાં રજૂ કરવામાં આવશે