કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, આગામી બે દિવસમાં વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાશે
આ પહેલા રાજ્ય સરકાર દ્વારા કુલ 16 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે.
ગાંધીનગરતઃ અછતગ્રસ્ત વિસ્તારની જાહેરાતને લઇ કોંગ્રેસ દ્વારા વધુ તાલુકાઓને અસરગ્રસત જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં રાજ્યના વધુ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવશે. ત્યારે ક્યા તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેના સર્વેની કામગીરી મહેસૂલ મંત્રી અને મુખ્ય સચિવને સોંપવામાં આવી છે. CM રૂપાણી દ્વારા અત્યાર સુધી રાજ્યમાં કચ્છ જિલ્લાના 10 તાલુકા ,બનાસકાંઠાના 4 , પાટણ અને અમદાવાદનો એક તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.
અત્યાર સુધી 16 તાલુકા અછતગ્રસ્ત જાહેર
રાજ્યમાં અત્યાર સુધી કુલ 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના 10 અને બનાસકાંઠાના કુલ 4, પાટણનો એક અને અમદાવાદના એક તાલુકાનો સમાવેશ થાય છે.
રાજ્યના જે તાલુકામાં 125mm કરતા ઓછો વરસાદ પડ્યો હોય તેવા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કૌશિક પટેલે કહ્યું કે, રાજ્યમાં ઓછો વરસાદ પડવાને કારણે અછતની સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં કચ્છ, અમદાવાદના માંડલ અને પાટણના ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. તો બનાસકાંઠાના ચાર તાલુકાને પણ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ તાલુકા 1 ઓક્ટોબરથી અછતગ્રસ્ત જાહેર કર્યા છે.