હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના ફિક્સ પગારવાળા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. જી હા...રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓને 30 ટકા વધારો આપવાની જાહેરાત કરાઈ હતી. નાણા વિભાગ દ્વારા એસટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને આ 30 ટકા વધારો આપવાની મંજૂરી આપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં હવે ઘરની બહાર રમતાં બાળકો પણ સલામત નથી! 6 વર્ષની બાળકી પર હુમલો


નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે.


ગુજરાતમાં JN.1 વેરિયન્ટના 36 કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી!


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી 7 હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  


₹300 અને 3 ખુરશીવાળી ઓફિસથી ઉભું કર્યું અબજોનું એમ્પાયર, માત્ર 10 પાસ હતા આ વ્યક્તિ