Government Exam: જુનિયર કલાર્ક બાદ વધુ એક સરકારી પરીક્ષા રદ્દ, સરકારના વલણથી પરીક્ષાર્થીઓ વિફર્યા
CCC Exam: ગુજરાત યુનિવર્સિટીમાં CCC ની પરીક્ષા પણ મોફુક રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા રદ્દ થતા 500 થી વધુ ઉમેદવારો અટવાયા છે. ગુજરાતના દૂર-દૂરના વિસ્તારોમાંથી પરીક્ષા આપવા ઉમેદવારો આવ્યાં હતાં. ટેક્નિકલ ખામીનું કારણ આપી પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરાઈ છે. જોકે, સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છેકે, સરકારને પેપરલીકનો હવે ડર સતાવી રહ્યો છે એ જ કારણસર આ પરીક્ષાને પણ તાત્કાલિક રૂપથી હાલ પુરતી મોકુફ રાખી દેવામાં આવી છે.
CCC Exam/ ગૌરવ પટેલ, અમદાવાદઃ જુનિયર કલર્કની પરીક્ષા પહેલાં જ પેપર ફુટવાની ઘટના સામે આવી. ફરી એકવાર સરકારી ભરતીની પરીક્ષાનું પેપર ફૂટતા લાખો ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ સ્થિતિમાં ગુજરાત સરકારને સતાવી રહ્યો છે પેપર ફુટવાનો ડર. એજ કારણ છેકે, શિક્ષકોની ભરતી અને પ્રમોશન માટે લેવામાં આવતી પરીક્ષા પર પણ હાલ પ્રશ્નાર્થ લાગ્યો છે. જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપરલીક થયા બાદ તે પરીક્ષા તાત્કાલિક ધોરણથી રદ્દ કરવાની ફરજ પડી. આ ઘટના બાદ રાજ્યમાં વધુ એક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં CCC ની પરીક્ષા પણ મોફુક રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા રદ્દ થતા 500 થી વધુ ઉમેદવારો અટવાયા છે. ગુજરાતના દૂર-દૂરના વિસ્તારોમાંથી પરીક્ષા આપવા ઉમેદવારો આવ્યાં હતાં. ટેક્નિકલ ખામીનું કારણ આપી પરીક્ષા છેલ્લી ઘડીએ રદ કરાઈ છે. જોકે, સૂત્રો એવું પણ જણાવી રહ્યાં છેકે, સરકારને પેપરલીકનો હવે ડર સતાવી રહ્યો છે એ જ કારણસર આ પરીક્ષાને પણ તાત્કાલિક રૂપથી હાલ પુરતી મોકુફ રાખી દેવામાં આવી છે.
પેપરલીક કાંડ અંગે વિદ્યાર્થીઓ શું કહી રહ્યાં છે?
વાલીઓ અને વિદ્યાર્થીઓ પેપરલીક કાંડ માટે ગુજરાત સરકારને જ જવાબદાર ગણે છે. એક વાલીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યુંકે, વારંવાર પેપર ફૂટે છે તો લાગે છેકે, આ પેપર નથી ફુટતા પણ અમારા બાળકોના અને અમારા નસીબ ફૂટે છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થવાને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક નહીં પરંતુ અનેકવાર પરીક્ષા ના પેપર લીક થયા છે. 21 વખત પેપર લીક થયા છે વર્ષોની મહેનત પર સરકારની બેદરકારી ના કારણે પાણી ફરી જાય છે. સરકારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ માત્ર ઉમેદવાર નહીં પરંતુ ઉમેદવારના પરિવાર ની આશા ઉપર પણ પાણી ફર્યું . બે દિવસ અગાઉથી પરીક્ષા કેન્દ્ર પર આવનારા લોકોમાં જોવા મળ્યો રોષ સરકાર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જવાબદાર સામે પગલાં લેવામાં નથી
ઉલ્લેખનીય છેકે, લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો આ સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આ પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણી લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું. પેપરના મુખ્ય પ્રશ્નો લીક થયા હોવાની વાત સામે આવી છે. બિહાર કે ઓડિશાની ગેંગે આ પેપર ફોડ્યું હોવાનું હાલ પ્રાથમિક સુત્રો જણાવી રહ્યાં છે. મામલામાં પેપરના કેટલાંક ભાગ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.