સરકાર દરેક કપલને આપે છે 12 હજાર રૂપિયા, સમૂહ લગ્ન માટે બેસ્ટ છે સરકારી યોજના
Sat Fera Scheme: લગ્ન એ સાત જન્મોનું બંધન પણ હવે સમાજો ઉન્નત બનતા જાય છે અને સાતફેરા માટે સમૂહલગ્નોત્સવનું આયોજન થાય છે. જો તમારા સમાજમાં પણ સમૂહલગ્ન થતા હોય તો આ યોજનાનો લાભ લેવાની જરૂર છે.
Mass marriages: આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે. લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૨૦૦૦ લેખે વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે. જેમાં દાતાઓ મોટાપાયે દાનની લ્હાણી કરે છે. લગ્નોમાં થતા આડેધડ ખર્ચાઓને રોકવા માટે સરકાર દ્વારા યોજના ચાલુ કરાઈ છે. આ યોજનાનો તમે પણ લાભ ઉઠાવી શકો છે. જેમાં સરકાર યુગલદીઠ 12000ની સહાય ચૂકવે છે. સમાજની ભલાઈ માટે થતા આ કામોમાં સરકાર પણ મદદરૂપ થાય છે.
સુહાગરાતે જ પતિએ કહી દીધું કે હું નપુંસક છું, દિયર રૂમમાં ઘૂસ્યો અને પતિએ...
એકના એક વ્યક્તિથી હું કંટાળી છું: મારે લફરાં કરવાં છે કારણ કે મારો પતિ સીધો સાદો છે
પાત્રતાના માપદંડો
- લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતની) જ મળવાપાત્ર છે.
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૬,૦૦,૦૦૦/- શહેરી વિસ્તારમાં રૂ. ૬,૦૦,૦૦૦/- છે.
- અનું.જાતિના કુટુંબની સમુહ લગ્નમાં લગ્ન ગ્રંથીથી જોડાનાર પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે, પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
- તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
- લગ્ન કરનાર ક્ન્યા અને યુવકના ઉંમરના પુરાવા ફરજિયાત રજુ કરવાનું રહેશે.
- લગ્ન કરનાર કન્યાના સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.
- સમુહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાએ લગ્નની તારીખથી બે વર્ષમાં સંબંધિત અધિકારીને અરજી કરવાની રહેશે.
- સમૂહ લગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહ લગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરીપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર ઠરશે.
સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
એકના એક વ્યક્તિથી હું કંટાળી છું: મારે લફરાં કરવાં છે કારણ કે મારો પતિ સીધો સાદો છે
સહાયનું આ છે ધોરણ
સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૨૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
યોજનાની પાત્રતા જાણી લેજો
વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- સમુહ લગ્નમાં ઓછામાં ઓછા ૧૦ યુગલ સા.શૈ.પ.વ.(બક્ષીપંચ જાતિના) અથવા આ.પ.વા. ના હોવા જરૂરી છે.
નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો
Kidney ને તાજી-માજી રાખવી હોય તો ભૂલથી પણ કરશો નહી આ ભૂલ, શોધવા નિકળવું પડશે ડોનર
પુરાવાઓની પ્રમાણિત નકલ
- લગ્નની કંકોત્રી
- સમુહલગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
- કન્યાના પિતાનો આવકનો દાખલો
- યુવક યુવતીનો ઉંમરનો પુરાવો
- જાતિનો દાખલો
- બેંક પાસબુકની નકલ
- યોજના હેઠળ મળતા લાભની વિગત (કીટ, નાણાકીય સહાય વિગેરે)
- યુગલ દીઠ રૂ. ૧૨,૦૦૦ની સહાય કન્યાના નામે ચેકથી સમુહ લગ્ન આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ. ૩૦૦૦/-, વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- સુધીની સહાય.
Tips: હોળી રમતાં મોઘોંદાટ ફોનમાં પાણું જતું રહે તો? આ જુગાડથી હજારો રૂપિયા બચી જશે
પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ટાંકી ફૂલ કરવાતાં પહેલાં જાણી લો આજનો ભાવ
અરજી મળ્યાથી ૩૦ દિવસ
અરજી મળ્યાથી ૩૦ દિવસની અંદર સરકાર દ્વારા આ સહાય ચૂકવી દેવામાં આવે છે. જો તમે પણ સમૂહ લગ્ન સમિતિ કે આયોજન સાથે જોડાયેલા છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈને કપલને આપી શકો છો. સરકાર 50 હજારની મર્યાદામાં આ યોજનાનો લાભ આપે છે.
દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, 3 મહિનામાં 6 ભારતીયની હત્યા