Government Education Loan: તમને ખબર ના હોય તો તમારે આ જાણવાની જરૂર છે કે સરકાર તમને વિદેશ ભણવા માટે લોન આપે છે. ગુજરાતમાં સ્ટુડન્ટ વિઝા પર વિદેશમાં ભણવાનો જબરદસ્ત ક્રેઝ છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને વિદેશ ભણવા માટે જાય છે. ઘણા છાત્રો એવા હોય છે જેઓ હોશિયાર હોવા છતાં પણ વિદેશમાં અભ્યાસ કરી શકતા નથી આ માટે સરકાર એક યોજના લઈને આવી છે. જેમાં છાત્રને 4 ટકાના દરે 15 લાખની લોન આપે છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થી છો તો આ યોજના તમારા માટે છે. સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી છાત્રો પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે દીકરી જન્મે તો સરકાર કરે છે 1.11 લાખ રૂપિયાનો ચાંદલો, જાણો કઈ તમે લઈ શકો છો લાભ


યોજનાની પાત્રતા
સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થી ને પોસ્ટ ગ્રેજ્યુઅટ પી.એચ.ડી, ઉચ્ચ કક્ષાના સંશોધન અને કોમ્પ્યુટર ક્ષેત્રના અભ્યાસક્રમ માટે જ વિદેશ અભ્યાસ લોન મળવાપાત્ર થાય છે. ધો. ૧ર માં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીને ડિપ્લોમાં અથવા તેની સમકક્ષ તાંત્રિક અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે. ઉકત વિગતો ધ્યાને લઇને જે તે કક્ષાએ પ૦ ટકાથી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓએ અરજી કરવી નહી.


નિકાલ ની સમય મર્યાદા નિયત થયેલ હોય તો તેની વિગત
કુલ 30 દિવસ.


શું જોઈશે ડોક્યુમેન્ટ
જે અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાનો છે તે વિદેશની માન્ય યુનિવર્સીટી માં પ્રવેશ મળ્યા છે કે કેમ? પ્રવેશ મળ્યા અંગેનો આધાર રજૂ કરવો
વિદેશમાં જતા પહેલાં અરજદારે પાસપોર્ટ, સ્ટુડંટ વિઝા મેળવેલ છે કે કેમ? વિગતો રજૂ કરવી.
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં કે ભારતમાં જે અભ્યાસક્રમો કે પદવીઓ માટેની સવલત ન હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવી રાખવું જરૂરી છે.
વિદેશમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું ઓછામાં ઓછા 5 વર્ષ ભારતમાં સેવા આપીશ તે અંગેની લેખિત બાંયધરી રજૂ કરવી.
અરજદાર ઉપરોક્ત શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમને મળેલ લોનની રકમ વ્યાજસહિત જામીનદારો પાસેથી સરખા ભાગે વસૂલ કરી શકાશે. તે અંગેનું બાંયધરીપત્રક સામેલ કરવું
કુટુંબની અન્ય વ્યક્તિએ આ યોજનાનો લાભ મેળ્યો હોય તો તેની વિગત આપવી. જો લાભ મેળ્યો હોય તો, હવે મળવાપાત્ર નથી. નિયમોનુંસાર કુટુંબના એક વ્યક્તિને લોન મળવાપાત્ર છે.


પુરાવાઓની પ્રમાણિત નકલ


  1. જાતિ દાખલાની નકલ

  2. આવકના દાખલાની નક્લ

  3. શાળા છોડયાનુ પ્રમાણપત્ર

  4. શૈક્ષણિક લાયકાત અંગેનુ પ્રમાણપત્ર

  5. પ્રવેશ આપવા અંગે સંમતી પત્રક

  6. અરજદારના વિઝા

  7. અરજદારના પાસપોર્ટની નકલ

  8. અભ્યાસ માટે થનાર ખર્ચના અંદાજો

  9. લોન ભરપાઇ કરવા પાત્રતાનો દાખલો

  10. લોન ભરપાઇ કરવા જાત જામિન ખત

  11. યોજના હેઠળ મળતા લાભની વિગત (કીટ, નાણાકીય સહાય વિગેરે)

  12. રૂ.૧૫ લાખની લોન ૪% ના દરે


SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ

અધિકારી કરશે આ ચકાસણી


1) અરજદારનું નામ/સરનામું


2) અરજદારની જાતિ/પેટા જાતિ


3) શૈક્ષણિક લાયકાત


4) વિશિષ્ટ લાયકાત મેળવી હોય તો તે અંગેની ખરાઇ


5) રેશનકાર્ડ ધરાવે છે. કે કેમ ? તે અંગેની ખરાઇ


6) અરજદાર અન્ય ખાતા પાસેથી આ હેતુ માટે આ પ્રકારનો કોઇ લાભ મેળવ્યો છે કે કેમ ? તેની ખરાઇ કરવી ( અરજદાર વિદેશમાં અભ્યાસ અર્થે જવા માટે શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ છે કે કેમ ? તે અંગેનો સ્પષ્ટ અભિપ્રાય


7) અરજદારના જામીનદારોની રૂબરૂ મુલાકાત લઈ જામીનખતની ખરાઇ કરવી.


8) અરજદારના પિતા/ વાલીના વ્યવસાયની ખરાઇ કરવી, તેઓ આ યોજના પાછળ થનાર ખર્ચને પહોંચી વળવા સક્ષમ છે કે કેમ ? તે અંગે ખરાઇ કરવી.


9) અરજદારે અરજીમાં જણાવ્યા મુજબ ના પૂરાવાઓ સામેલ કર્યા છે કે કેમ ? તેની સ્પષ્ટ વિગતો આપવી.


10) અરજદારના નજીકના સગા-સંબંધી વિદેશમાં રહે છે કે કેમ ? હા તો તે અંગેની વિગતે ચકાસણી કરવી. ૧૨) અરજદારને વિદેશ અભ્યાસ માટે નિયમ પ્રમાણે લોન આપવા પાત્ર છે. કે કેમ? તે અંગેનો વિગતવાર સ્પષ્ટ અભિપ્રાય આપવો.


તમે જો સરકારના આ તમામ નિયમો અંતર્ગત પાત્રતા ધરાવો છો તો તમે અરજી કરી શકો છો. તમે જિલ્લાની નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની ઓફિસની મુલાકાત લઈને તમે અરજી કરી શકો છો. જો તમે વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે યોગ્યતા ધરાવો છો તો તમારા માટે આ એક ઉજ્જવળ તક છે.


Holi 2024: હોળી પર 100 વર્ષ બાદ લાગશે ચંદ્ર ગ્રહણ, 3 રાશિઓનો ભાગ્યોદયનો પ્રબળ યોગ