Gujarat Government : ગુજરાત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કરાર આધારિત નિમણૂંક પામેલા 66 વર્ષના ગુણવંત વાઘેલાને એક મહિલા કર્મચારીની એક્ટ્રેસ શ્રીદેવી સાથે સરખામણી કરવી ભારે પડી હતી. મહિલા કર્મચારીએ સીએમઓમાં ફરિયાદ કરતા સરકારે તેમને પાણીચું પકડાવ્યુ હતું. રિટાયર્ડમેન્ટના 7 વર્ષે મહેસૂલમાં કરાર આધારિત ગુણવંત વાઘેલાએ પોસ્ટિંગ મેળવ્યું હતું. પરંતું જાતીય સતામણીની ફરિયાદ થતા સરકારે તેમને ઘરભેગા કર્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત વર્ષે ઓક્ટોબરમાં GAS ગુણવંત વાઘેલા રિટાયર્ડ થયા હતા. પરંતું બાદમાં તેમને મહેસૂલ વિભાગમાં કરાર આધારિત પોસ્ટીંગ અપાયુ હતું. જાન્યુઆરી મહિનામાં તેઓએ એક મહિલા કર્મચારી સાથે અણછાજતું વર્તન કર્યુ હતું. તેઓએ જાતીય સતામણી થાય તેવા શબ્દનો પ્રયોગ કર્ોય હતો. જેથી મહિલા અધિકારીએ અધિક મુખ્ય સચિવ એસીએસ કમલ દયાણીને ફરિયાદ કરી હતી. 


આ બાદ ગુજરાત સરકારે પગલા લીધા હતા. મહિલા ડેપ્યુટી એસઓની જાતીય સતામણી સીએમઓ સુધી પહોંચતા જ GAS ગુણવંત વાઘેલાને રજા આપી દેવાઈ હતી. તેઓએ મહિલાને ‘તારી આંખો શ્રીદેવી છે’ તેવી ટિપ્પણી કરી હતી. ત્યારે સરકારે તેમને કરાર પૂરો થાય તે પહેલા જ તગેડી દીધા.