Junagadh News જુનાગઢ : માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, સીરપની બોટલો કચરામાં મળી આવી છે. જૂનાગઢના માણાવદરમાં સરકારી દવાઓનો જથ્થો કચરામાં મળી આવ્યો, અને કોઈને ખબર પણ ન પડી. કોરોનાની રસી, સીરપની બોટલ, હજારો ગોળી કચરામાં ફેંકી દેવાઈ છે. ભાલચેડા ડેમમાં મોટા પ્રમાણમાં દવાઓ પધરાવી દેવાઈ હતી. ડેમનું પાણી સૂકાતાં ફેંકી દેવાયેલો જથ્થો જોવા મળ્યો હતો. માણાવદર-જૂનાગઢ હાઈવે પર આ ભાલચેડા ડેમ આવેલો છે. ઘણા સમય પહેલાં સરકારી દવાઓનો જથ્થો ફેંકી દીધાનું અનુમાન છે. મહત્વનું છે કે માણાવદર શહેરમાં થોડા વર્ષો પહેલાં પણ દવાઓના જથ્થાને સળગાવી દેવાની ઘટના બની હતી.           


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો સહિતનો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આવડો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું ? તેઓ પ્રશ્ન ચર્ચા રહ્યો છે. ત્યારે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું.


બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, આ શહેરોમાં છે વરસાદની આગાહી


વાત એવી છે કે માણાવદર- જુનાગઢ હાઈવે પર દગડ ડેમ અને ભાલેચડા ડેમ આવેલા છે ત્યારે આ ભાલેચડા ડેમની અંદર મોટા પ્રમાણમાં દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની દવાઓ મળી આવી ત્યારે આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યું છે તે પ્રશ્ન આરોગ્ય તંત્રને પૂછવામાં આવે છે.


એક તરફ સરકાર આરોગ્ય બાબતે ખૂબ જ મોટો ખર્ચ કરી રહી છે અને કોઈપણ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ના રહે તે માટે આરોગ્ય સુવિધાઓ સારી રીતે મળી રહે તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે માણાવદરમાં આવી હજારો રૂપિયાની દવાઓ કેમ નાખવામાં આવી છે. ત્યારે દર્દીઓના ઘરે પહોંચી હતી દવાઓ કેમ ડેમના પાણીમાં પહોંચી ગઈ છે. તે ચર્ચાનો વિષય બન્યો છે.


એડમિશનમાં તમે પણ આવા કાંડ કર્યા હોય તો સાચવજો, રાઈટ ટુ એજ્યુકેશનના એડમિશન રદ કરાયા


માણાવદર શહેરના થોડા વર્ષ પહેલાં જ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના બની હતી. ફરીથી આજે આવી ઘટના બનતા તંત્ર સામે સવાલો પણ થઈ રહ્યા છે. અને આ દવાઓ તો ઘણા સમયથી આ ડેમના પાણીના ખાડામાં નાખી દીધા હોવાનું પ્રાથમિક તારણમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ સરકારી દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની મોટી માત્રામાં દવા નાખવાનું કારણ શું? ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ જોવાનું રહ્યું.


બેચ નંબરના આધારે તપાસ થવી જોઈએ
આ દવાઓનો મોટી માત્રામાં જથ્થો હોય અને કોની દવા છે તે બેચ નંબરના આધારે ઉચ્ચ અધિકારીઓ કાયદેસરની તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.


અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે