Exam date 2022 : તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાત પંચાયત વિભાગ દ્વારા બાકી રહેલી તલાટી અને જુનિયર કલાર્ક પરીક્ષા તારીખની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં તલાટી કમ મંત્રીની ભરતી બહાર પાડી હતી. આ પદ માટેની ભરતી માટે લાયક ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2022 હતી. તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે. જે માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવાઈ છે. કોલલેટર વિના તમે પરીક્ષા આપી શકશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનીયર ક્લાર્કની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવા સુચના
16 જાન્યુઆરીથી ઉમેદવાર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે
લાંબા સમયથી ઉમેદવારો રાહ જોવાતી હતા આ ભરતીની
29 જાન્યુઆરીએ લેવાનારી છે આ પરીક્ષા


આ પણ વાંચો : 


ગુજરાતમાં ઠંડી હજુ વધશે કે ઘટશે, 10 શહેરમાં તાપમાનમાં ઘટાડા વચ્ચે આવી છે નવી આગાહી


ગુજરાતની સરકારી શાળાની અનોખી પહેલ: વિદ્યાર્થીઓને ભગવદ ગીતાનું પુસ્તક આપી અભ્યાસ શરૂ


ZEE 24 Kalak ના સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો, ગામે-ગામે વેચાય છે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી જુનીયર ક્લાર્ક (વહીવટ-હિસાબ) અને ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વર્ગ-3) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 અને તલાટી કમ મંત્રી વર્ગ-3ની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 29 જાન્યુઆરીના રોજ યોજવાની જાહેરાત થઈ છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in ઉપર જઈને ડાઉનલોડ કરી શકે છે.
આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટરાહોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas qujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પિન્ટ કરી મેળવી લેવાના રહેશે.


1. ઉમેદવારે કોલલેટર/પ્રવેશ ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનાં ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


2. ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.


3. જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરકાની પ્રિન્ટ પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા ૨૦-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.


આ પણ વાંચો : જૈન સમાજની મોટી જીત : મોદી સરકારે વીટો વાપર્યો, 'શ્રી સમ્મેદ શિખર' તીર્થસ્થળ જ રહેશે