અમદાવાદ :સરકારી નોકરી (Government Jobs) મેળવવા માગતા ઉમેદવારો માટે ગુજરાત સરકાર તરફથી ખુશ ખબરી મળી છે. ગુજરાત સરકાર દ્વારા નવી સરકારી ભરતી બહાર પડી છે. 2,087 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પડી છે. બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, અને બીબીએમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે. 55 ટકા મેળવનારા વિદ્યાર્થીઓ વિદ્યુત સહાયકની જગ્યા (Jobs) પર ફોર્મ ભરી શકશે. 350 જગ્યા માટે બહાર પાડેલી વિદ્યુત સહાયકની પરીક્ષા રદ કર્યાના 15 દિવસ બાદ 2,087 જગ્યાઓ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહો વિચિત્રમ!!! આખા બનાસકાંઠામાં તીડનું ઝુંડ ફરી વળ્યું, પણ માત્ર આ એક છોડ પર ન બેસી શક્યું 


યુવાનો માટે વધુ એક મોટી ખબર એ છે કે એન્જિનિયરોની ભરતી માટેની જાહેરખબર આવતા 2-3 દિવસમાં જ બહાર પડશે અને એ ભરતી 2,087 જગ્યાઓ સિવાય વધારાની જગ્યાઓ પર થશે. ઊર્જામંત્રી સૌરભ પટેલે નવી ભરતીની જાહેરાત કરતાં કહ્યું કે જૂની ભરતી જે મૂલતવી રાખી હતી, તેનું મૂળ કારણ હતું તેની અંદર 10 ટકા આર્થિક પછાત વર્ગ માટે અનામતની કોઈ જોગવાઈ કરવામાં આવી નહોતી. રાજ્ય સરકારના નિયમો પ્રમાણે કોઈ પણ ભરતી ના થઈ હોય અને ઈબીસીનો નિયમ આવી ગયો હોય તેવા કિસ્સામાં પરીક્ષા ના લીધી હોય તો રદ કરીને ઈબીસીનો ક્રાઈટેરિયા નાખવો પડે. 2018માં વિદ્યુત સહાયકની ભરતી બહાર પડી પણ પરીક્ષા લેવામાં આવી નહોતી. માત્ર અરજીઓ મંગાવવામાં આવી હતી. 350 જગ્યાઓ રદ કરીને નવી ભરતીમાં ઈબીસી માટે 10 ટકા આર્થિક અનામતની જોગવાઈ સાથે 2087 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે. કયા વિભાગમાં કેટલી ભરતી થવાની છે તે જોઈએ...


ચાર દિવસમાં તીડ નિયંત્રણમાં આવશે તેવો કૃષિ વિભાગનો દાવો, હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરવા પાછળ આપ્યું કારણ


  • PGVCLમાં 881 જગ્યા

  • DGVCLમાં 482 જગ્યા

  • UGVCLમાં 478 જગ્યા 

  • MGVCLમાં 246 જગ્યા 


આમ, કુલ 2087 જગ્યાઓ ખાલી પડી છે, જેની ભરતી કરવાની જાહેરાત મંત્રી સૌરભ પટેલ દ્વારા કરાઈ છે. આ સિવાય વિદ્યુત સહાયક એન્જિનિયરો માટેની ભરતી બે-ત્રણ દિવસમાં જ બહાર પાડવામાં આવશે. જાહેરાત મુજબ, 2000 ઉપરાંત એન્જિનિયર્સની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયકની કામગીરી અને એન્જિનીયરની કામગીરી અલગ હોય છે. માટે એન્જિનિયરની ભરતી જુદી હોય છે. નિયમ મુજબ ebcનો ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખીને ભરતી કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....