ગાંધીનગરઃ આજે જીપીએસસી તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 3901 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ નોકરી મેળવનાર યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં નવી નોકરીઓ મળશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત સરાર આ વર્ષે 25 હજાર સરકારી નોકરી આપશે. પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાત સેમી કંડક્ટર હબ બનશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે ગુજરાત રોજગાર માટેનું હબ પણ આવનારા સમયમાં બનવાનું છે. પોલિસીમાં મહત્વના ફેરફારની ઇકો સિસ્ટમ કામ કરશે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 90 હજાર સ્ટાર્ટઅપ કામ કરી રહ્યાં છે. લાખો યુવાનો સ્વરોજગાર માટે પ્રેરિત બની રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 30 નવા સ્કિલ સેન્ટર બનશે. આઈટીઆઈની સીટોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર ધારાસભ્યો રમશે હોળી, 100 કિલો કેસૂડો મંગાવાયો


શું બોલ્યા મુખ્યમંત્રી
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી નોકરી મેળવનાર યુવાનોને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ કર્મયોગી ભાવના વિકસાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પરીક્ષા અને પરીક્ષાના પેપર ફોડવાની પીડા તમારાથી વધારે કોઈ સમજી ન શકે. જેની પાસે પૈસા છે તે પેપર ફોડવા જાય છે. હવે રાજ્ય સરકાર કડક કાયદો લાવી રહીછે. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈ છટકી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા મંત્રી તરીકે ઓળખાણ હોય તેને નોકરી મળી જતી. હવે નવા સંકલ્પ સાથે પીએમ મોદીએ શરૂઆત કરી તેમાં મળવા પાત્ર લોકોને નોકરી મળે છે. ઓળખાણથી 11 મહિનાવાળી નોકરી મળી જાય. મુખ્યમંત્રીએ કહ્યું કે કાયમી નોકરી માટે મેરિટ જરૂરી છે, ઓળખાણ નહીં. તેમણે કહ્યું ખુબ સારો વહીવટ તંત્રમાં ચાલે તે જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube