ઝી બ્યૂરો, અમદાવાદઃ સચિવાલયમાં બેઠા બેઠા સરકારી કામ કરવાને બદલે એક હરામ હાડકાનો અધિકારી કરતો હતો યુવતી સાથે ગંદી વાતો...વાતો એ હદે ગંદી હતી કે તેના મેસેજ તમને બતાવી શકાય તેવા નથી. જોકે, હાલ સોશિયિલ મીડિયા પર આ અધિકારી અને યુવતી વચ્ચેની ફેસબુક ચેટ વાયુવેગે વાયરલ થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્ઞાનવર્ધનને નામે સાહિત્ય રસિકે ગંદી બાત કરી સચિવાલય કેડરના યુવા અધિકારીએ યુવતીને મેસજ લખી ‘વિકૃતિ’ દેખાડી. પોતે યુવતી સાથે વોટ્સએપ પર કરતો રહ્યો સતત ગંદી-ગંદી વાતો. યુવતી ઈનકાર કરતી રહી પણ આ અધિકારીના મેસેજ રોકાતા નહોંતા...


ગાંધીનગરમાં સરકારી અધિકારી કરતા સોશિયલ મીડિયામાં કવિ, સાહિત્યકાર તરીકે જાણીતા સચિવાલય કેડરના ક્લાસ-ટુ યુવાન ઓફિસરે કોઈ યુવતીને મેસેજ લખીને પોતાની માનસિક વિકૃતિનું પ્રદર્શન કર્યાનું બહાર આવ્યુ છે. બિભત્સ ભાષામાં યુવતીને કરેલાં ગંદા મેસેજો હાલ ચારેય કોર વાયરલ થઈ રહ્યાં છે. જેને કારણે હાલ સરકારી તંત્રમાં અને ખાસ કરીને સચિવાલયમાં ખળભળાટ મચી ગયો છે. 


સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી યુવતીઓ સોફ્ટ ટાર્ગેટઃ
સોશિયલ મીડિયામાં વાઈરલ ફેસબુક- વોટ્સેપ ચેટ અંગેનો ખુલાસો સૌરાષ્ટ્રમાંથી છે. સચિવાલયમાં સરકારી કામને બદલે દિવસરાત ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી યુવતીઓને માર્ગદર્શન આપતા ક્લાસ ટુ યુવાન અધિકારી સામે પહેલા પણ
કેટલીક મહિલા કર્મચારી-અધિકારીઓએ ઉચ્ચકક્ષાએ ફરિયાદ કર્યાનું જાણવા મળ્યું છે. 


દરમિયાન કોઈક મહિલા ઉમેદવારને જ્ઞાન આપવા શરૂ થયેલી ચેટ વચ્ચે યુવા અધિકારીએ પોતાના જાણીતા નંબર ઉપરથી અનૈતિક ઓફર કર્યાના સ્કીન શોટ વાઈરલ થયા છે. ત્રણ મોબાઈલ સ્ક્રીન શોટ્સમાં મહિલાને ગંદી ગાળો લખી છે. એક તબક્કે તો મહિલાએ શટઅપ લખ્યા પછી પણ એ અધિકારી ત્યાંથી અટક્યો નથી. સાહિત્યકારોમાં જાણીતા અધિકારીની આવી નિમ્ન હરકતોને લઈને આ એ યુવતી કોણ છે તેને લઈને પણ સર્વત્ર ચકચાર મચી છે. વોટ્સેપ ચેટ વાયરલ, અનૈતિક ઓફર સામે યુવતીએ કહ્યું - શટઅપ...