ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના કાળ દરમિયાન પેદા થયેલી સ્થિતીને થ્યાને રાખીને કેટલાક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સરકારી કર્મચારીઓમાં વધી રહેલા સંક્રમણને કાબુમાં લેવા માટે પણ કેટલાક નક્કર પગલા ઉઠાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યની સરકારી કચેરીઓમાં તારીખ 15મી મે સુધી શનિવાર-રવિવાર દરમિયાન રજા રહેશે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં અને અધિકારી- કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે.


મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટિની બેઠકમાં લેવાયેલા મહત્વના અન્ય એક નિર્ણય મુજબ રાજ્યની સરકારી કચેરીઓમાં 15 મી મે સુધી ૫૦ % સ્ટાફ સાથે કામગીરી કરવાની રહેશે. જેથી સરકારી કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સરકારી કર્મચારીઓમાં કોરોના સંક્રમણ પણ ખુબ જ વધી રહ્યું છે જેના કારણે કર્મચારીઓમાં પણ કચેરીએ જવા બાબતે ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યની સરકારી કચેરીઓમાં કોરોનાનું સંક્મણ વધુ ફેલાય નહીં અને અધિકારી કર્મચારીઓ સંક્રમિત ન થાય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube