હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં આવનારા સંકટને પગલે ગુજરાતમાં વાવાઝોડાને અસર કરતા તમામ જિલ્લાઓના લોકોને અમૂક પ્રકારના સૂચનો પણ આપ્યા હતા. 


દક્ષિણ ગુજરાતના તાપીમાં ધોધમાર વરસાદ શરૂ, વીજળી પડતા મહિલાનું મોત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું 10 જિલ્લામાં થશે વ્યાપક અસર


  • વાવાઝોડુ ૧૩મી તારીખે જમીનને અટકશે તેવી શક્યતાઓ છે

  • ગુજરાતી સચિન ગુજરાતની સરહદ સાડા પાંચસો કિલોમીટર દૂર વાયુ વાવાઝોડું છે ચાલે છે

  • સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર અને કચ્છ ને આ વાવાઝોડું અસર કરશે

  • ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે

  • 13 તારીખે સવારે 5:00 સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તે પહોંચશે

  • 10 જિલ્લાના 31 તાલુકામાં વ્યાપક અસર થશે

  • 408 ગામોને  સીધી અસર માં આવશે

  • 110 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રને અસર કરશે

  • લાઈટના થાંભલા કાચા મકાનો સીધી અસર થશે

  • અસરગ્રસ્ત વિસ્તારના 10 જિલ્લાઓમાંથી દરિયા કિનારાના વિસ્તારો કાચા મકાનમાં રહેતા લોકો ઝુપડપટ્ટી મારા તાલુકો 2.91 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે

  • સરકારી કે જાહેર બિલ્ડિંગો ધાર્મિક સંસ્થાઓ ના પાકા મકાનો માં સલામત સ્થળે ખસેડવામાં આવશે

  • વાવાઝોડું આવે ત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે આરોગ્ય વિભાગ વાહન વ્યવહાર વિભાગ પોલીસ તંત્ર અને ખાસ કરીને એનડીઆરએફની ટીમો આર્મીની કિંમત અને બીએસએફની ટીમોને આવે કામે લગાડી છે

  • ગુજરાત પોલીસની એસ.ટી.આર.એફ ની 10ટીમોને ખાસ તાલીમ આપવામાં આવી હતી ટીમો પણ તૈયાર કરશે. આર્મીની 11 ટીમો કાર્યરત રહેશે

  • 27 ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે

  • નાગરિકોના જાનમાલની સંપૂર્ણ સલામતી થાય તે પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે

  • વૃક્ષો પડી જવાથી માર્ગ બોલ્ક થાય ત્યારે 100 જેટલા જે.સી..બીઓ રાખવામાં આવ્યા છે

  • લાઈટના થાંભલા પડી જાય તો નવા થાંભલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

  • જીઈબી તરફથી પણ પૂરી ટીમ અને વ્યવસ્થા કરવામાં આવી છે

  • અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબીનેટ મંત્રીઓ અને મંત્રીઓ અને અધિકારીઓ ચાર દિવસ રોકાવા માટે આ વિસ્તારોમાં જશે

  • મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ ગાંધીનગર કંટ્રોલરૂમ સતત સંપર્કમાં રહીને જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિર્ણય લેશે

  • ગૃહમંત્રી અમીત શાહ દ્વારા પણ એરફોર્સ નેવી અને આર્મીને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે

  • દરેક નાગરીકોને ત્રણ-ચાર દિવસનું પીવાનું પાણી સ્ટોરેજ કરવાની સલાહ આપવામાં આવી છે

  • પોતાના વાહનોમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ પુરાવી રાખે તેવી સલાહ આપવામાં આવી

  • દરેક નાગરિકોને પોતાના મોબાઇલ પૂરતા ચાર્જ રાખવાની પણ અપીલ કરી

  • પ્રવાસે આવેલા યાદવો પોતાનો પ્રવાસ ટૂંકાવી દેવા તેવી પણ સલાહ આપવામાં આવી. 

  • આવતીકાલે 12:00 વાગે એસટી બસનો વ્યવહાર પણ આ 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં બંધ કરવામાં આવશે

  • સૌની યોજના દ્વારા અને પાણી પુરવઠાની પાઈપલાઈનો દ્વારા આવતીકાલ સુધી આ વિસ્તારના નાગરિકોને પહોંચાડવા માટે પંપીંગ કરે તેવી સૂચના આપવામાં આવી

  • પાંચ લાખ ફૂડ પેકેટો પણ તૈયારી રાખવાની સૂચના

  • ધાર્મિક સામાજિક અને એનજીઓની સામાજિક સેવાના ભાગરૂપે તેમની કામગીરી કરવા માટે અપીલ કરી

  • એરફોર્સને પણ વિનંતી કરવામાં આવી છે કે, જરૂરિયાત પ્રમાણે જ ફૂડપેકેટ પહોંચાડવા માટે અન્ય ચીજવસ્તુઓ પહોંચાડવા માટે અથવા નાગરિકોને ખસેડવા માટે અને હેલિકોપ્ટરની જરૂર કે વિમાનની સુવિધા તૈયાર રાખે તેવી સૂચના આપે

  • અમદાવાદ વડોદરા સહિતના એરપોર્ટના હેલીપેડ ઉપયોગ કરાશે

  • પુરવઠા નિગમની જરૃરી રાશન પણ આપવાની સૂચના આપવામાં આવીમોટી હોસ્પિટલો અને દવાખાનાઓને પુરતો જથ્થો રાખીને મદદ માટે તૈયાર રહેવાની શક્યતા આપવામાં આવી છે

  • ડેમોમાં પણ સૂચના આપવામાં આવી છે કે, વરસાદ પડે કે નદીમાં પૂર આવે તે પાણીનો ઉપયોગ સંગ્રહ માટે કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરે

  • મોબાઈલ ચાલુ રહે એ માટે ટાવરો સ્વીચઓવર થાયએ પ્રકારની પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી

  • પશુપાલકોને પણ વિનંતી કરી કે પશુઓ સુરક્ષિત રાખે બાંધીને રાખે

  • હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાંચથી આઠ જેટલો વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પડી શકે તેવી શક્યતા છે

  • પાંચ થી આઠ ઈંચ વરસાદ પડે તેવી સંભાવના

  • દર ત્રણ કલાકે વાવાઝોડા ઉપર હવામાન વિભાગ ધ્યાન રાખી રહ્યું છે અને તેની આગાહી કરી રહ્યું છે

  • સરકારે નાગરિકોને વિનંતી કરી કે નીચાણવાળા વિસ્તારમાં રહે દરિયાઈ વિસ્તારોમાં રહે અને અધિકારીઓ જે પ્રકારે માર્ગદર્શન આપે તે પ્રમાણે સહયોગ આપે

  • દક્ષિણ ગુજરાતના નાગરિકોને પણ સલામત અને જાગૃત રહેવા અપીલ કરી

  • સૌરાષ્ટ્રના મંત્રીઓને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ગીર સોમનાથ, જયેશ રાદડિયાને પોરબંદર જિલ્લો, હકુભાને જામનગર જિલ્લો, સૌરભભાઈને રાજકોટ જિલ્લાની જવાબદારી

  • સિનિયર સચિવોને પણ 10 જિલ્લામાં મોકલવાની સૂચના આપવામાં આવશે