પ્રાઈવસીના અધિકારના ઓઠા હેઠળ દારૂબંધીમાં છૂટ આપી શકાય નહીં: સરકાર
રાજ્યમાં દારૂબંધીને પડકારતી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજુ કર્યું સોગંદનામું
આશ્કા જાની/અમદાવાદઃ રાજ્યમાં દારૂબંધીને પડકારતી એક જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેના જવાબમાં રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું કરીને જણાવ્યું છે કે, પ્રાઈવસીના અધિકારના ઓઠા હેઠળ રાજ્યમાં દારૂબંધીમાં છૂટ આપી શકાય નહીં. સરકારે જણાવ્યું કે, અર્થપૂર્ણ જીવન જીવવાના અધિકારને બંધારણીય અધિકાર કહેવાય, પરંતુ કોઇપણ અધિકાર પર કાયદાનો અંકુશ અનિવાર્ય છે.
સરકારે હાઈકોર્ટમાં સોગંદનામા સાથે જણાવ્યું કે, "રાજ્યમાં જાહેર સ્વાસ્થ્યને જાળવવા માટે કાયદાનો અંકુશ જરૂરી. દર વર્ષે લાખો લોકો દારૂના દૂષણ ના કારણે જીવ ગુમાવે છે. દારૂ એ ભોજનની વ્યાખ્યામાં આવે તેવો અરજદારનો દાવો ખોટો છે."
'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ
સરકારે જણાવ્યું કે, પોતાના ઘરે બેસી અને માણસ કંઈપણ કરી શકે એટલા બહોળા અર્થમાં કાયદાની પરિભાષાને સમજવી ન જોઈએ. સ્વાસ્થ્યના કારણોસર, વ્યાપાર ધંધાના પ્રોત્સાહન માટે અને વિદેશથી આવતા લોકોની રહેણી-કરણી પર વિપરીત અસર ન પડે તેના માટે પરમિટ આપવામાં આવે છે. પરમીટ હોલ્ડર પોતાની પરમિટના નિયમોનો ભંગ કરી અને અન્ય સાથે દારૂની વહેંચણી કરે તો તે પણ ચલાવી લેવાય નહીં.
જૂઓ LIVE TV...