સરકારે સિંચાઇ માટે પાણીની ના પાડતા નર્મદાની કેનાલમાં ‘પાણીની ચોરી’ શરૂ
રાજ્યભરમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે , તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાણીની યોજનાઓ મારફતે સિંચાઈનું પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાણી ચોરો સક્રિય બન્યા છે. પંચમહાલ જીલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
જયેન્દ્ર ભોઇ/ગોધરા: રાજ્યભરમાં હાલ પાણીની સમસ્યા સર્જાઈ છે , તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાણીની યોજનાઓ મારફતે સિંચાઈનું પાણી આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે પાણી ચોરો સક્રિય બન્યા છે. પંચમહાલ જીલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
રાજ્યભરમાં હાલ પાણી સમસ્યા વકરી છે જેને લઈને પાણી વિના અનેક લોકો વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા પણ પ્રજાને પાણીનો બગાડ ન કરવા માટે સુચન કર્યું છે. પરંતુ આ સુચન તંત્રના અધિકારીઓ અને પાણીના ચોરોને જાણે લાગુ પડતું નથી. કારણ એ છે કે રાજ્યની જીવાદોરી એવા નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી થતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની પેનલ બની વિજયી, ફટાકડા ફોડી કરી ઉજવણી
સૌરાષ્ટ્ર અને કચ્છ ને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય કેનાલ પંચમહાલ જીલ્લાના ટુવા ગામ પાસેથી પસાર થાય છે અને ત્યાંથી પાણી ચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંનું પંક્ચર કરી પાઈપ લગાવીને પાણીનું લીફટીંગ કરીને પાણી ચોરી પાણી ચોરો દ્વારા કરવામાં આવતું હતું. લીફ્ટ કરેલા આ પાણીને કેનાલની બાજુમાં જ બનવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એકઠું કરવામાં આવતું હતું.
અમદાવાદને ક્લિન કરવા માટે શહેર પોલીસ અને કોર્પોરેશને ઘડ્યો માસ્ટર પ્લાન
નર્મદા કેનાલ ઓથોરીટી દ્વારા નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા માટે કરોડોનું આંધણ કરવામાં આવે છે. અને મોટા મોટા દાવા પણ કરવામાં આવે છે કે, નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણીની ચોરી અટકાવવા માટે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવે છે. ત્યારે આ પાણી ચોરીની ઘટના આ તમામ દાવાઓને પોકળ સાબિત કરે છે. સમગ્ર ઘટના પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થતાની સાથે જ તંત્ર સફાળું જાગ્યું હતું અને પંચમહાલ જીલ્લાના અધિક કલેકટર દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસના આદેશ આપ્યા હતા.
અધિક કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ નર્મદા મુખ્ય કેનાલ ઓથોરીટીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલા નર્મદા મુખ્ય કેનાલના અધિકારીઓ દ્વારા કેનાલને પંક્ચર કરીને પાણીની ચોરી માટે જે પાઈપ લાગવવામાં આવ્યા હતા. તેને દુર કરી તેમજ પંક્ચરને પૂરી દેવા સહિતની કામગીરી શરુ કરી હતી અને પાણીની ચોરી અટકાવી હતી.