ગૌરવ પટેલ/અમદાવાદ: જો ગુજરાત સરકારે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવ્યો હતો તો લઠ્ઠાકાંડની ઘટના ન બની હોત. આ નિવેદન આપ્યુ ગુજરાત કાંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વર્ષ 2009માં સર્જાયેલા લઠ્ઠા કાંડમાં સેશન્સ કોર્ટે આપેલા ચુકાદા અંગે બોલતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્ય સરકારની ઢિલીનીતી અને કાયદો તથા વ્યવસ્થાની ગંભીર નિષ્ક્રિયતાના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો અને 123 લોકોના મોત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આટલી ગંભીર ઘટનામાં દસ વર્ષ બાદ ચુકાદો આવ્યો દોષીતોને સજા થઇએ આવકાર્ય બાબત છે. પણ માત્ર 10 વર્ષની સજા થવીએ દર્શાવે છે કે સરકાર અ સંવેદનશીલ છે, અને તેમણે ઢીલી નીતી અખત્યાર કરી છે જો કોઇની હત્યા થાય તો 302ની કલમ હેઠળ ગુન્હો દાખલ થાય અને તેમને જનમટીપ કે ફાંસીની સજા થાય અહી 123 લોકોના મોત થયા છતાં માત્ર 10 વર્ષની સજા સરકારની ઢીલી નીતીના કારણે થઇ કોંગ્રેસે દોષીતોને ફાંસીની સજા થવી જોઇએ તેવી માગ કરી હતી.


જામનગર કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મ કરનારને આજીવન કેદ


રાજ્ય સરકાર પર ટીકાનો વરસાદ કરતાં ચાવડાએ ઉમેર્યુ કે, સરકારે દાખલો બેસે તેવી સજા કરવાના પ્રયાસો કરવા જોઇએ નહીતો જેલમાંથી છુટી ફરી લોકો પોતાના જુના વ્યવસાયમાં લાગી જશે. રાજ્યના પ્રશાનનો કોઇને ડર નહી રહે સરકાર દ્વારા સતત એવા દાવા થઇ રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી માટે કડક કાયદા બનાવ્યા અને તેનો કડક પણે અમલ કરાવ્યો જોકે સ્થિતિ એ છે કે રાજ્યાના મુખ્યમંત્રી પાસે ગૃહખાતુ હોય છે.


કૌભાંડ: સુરતમાં 85 લાખ 22 હજારની નકલી નોટો સાથે મહિલા અને યુવકની ધરપકડ


જુઓ LIVE TV



આની સ્થિતિમાં રાજ્યમા ખુલ્લેઆમ દારુ મળે છે ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ ચાલે છે. સરકારની નિષ્કાળજી અને પોલીસની હપ્તાગીરીથી આવા લઠ્ઠાકાંડ સર્જાય છે. આ કેસના દોષીતોને વધુ સજા થાય તે માટે સરકારે પ્રયાસ કરવા જોઇએ.