Birth Certificate Rules Change: ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા હોય તો નામમાં સુધારણાની છે. રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઇને ચાલતી અસસમંજસ બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્ય કમિશનરે નવો પરિપત્ર કર્યો છે. જેમાં નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે. આ કારણે ઘણા લોકોને રાહત મળી જશે. લોકો બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે ધક્કા ખાતા હોય છે. સરકારના નવા પરિપત્રથી તેમને ફાયદો થશે. 



બર્થ સર્ટિફેકેટની બબાલ!
આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, રમેશભાઇનું કિશોરભાઇ કરી શકાય નહીં પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે, એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં.


પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે તેમણે એવી પણ સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાની રહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિ ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે.


જાણો નિયમમાં શું કરાયો ફેરફારઃ
અત્યારસુધી જન્મના દાખલામાં ‘રમેશ’ના બદલે ‘મહેશ’ નામ થઈ શકતું હતું. પણ હવેથી નિયમો બદલાઈ ગયા છે. અર્થાત્ મૂળ નામનો ભાવાર્થ બદલી શકાશે નહીં માત્ર મૂળ નામની પાછળ ‘ભાઈ’ના બદલે ‘લાલ’ કે ‘કુમાર’ માં ફેરફાર કરી શકાશે. સુધારો સૂચવતો આ પરિપત્ર વર્ષો પહેલાં કરાઈ દેવાયો હતો. જન્મ-મરણ નોંધણી અધિનિયમ, 1969 મુજબ કોઈ પણ વ્યકિત પોતાનું નામ બદલી અને નવું નામ રજિસ્ટરમાં દાખલ કરવાની અરજી કરે તો તે સ્વીકારી શકાય નહીં.


નામનો ભાવાર્થ બદલાતો ન હોય તો જ સુધારો થઈ શકે. આવો નિયમ હતો જ પણ વર્ષ 2009ના ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે તેમાં સુધારો કરતો પરિપત્ર કર્યો. 


‘પ્રવર્તમાન સામાજિક પરિસ્થિતિ અનુસાર જન્મ નોંધણી સમયે બાળકનું નામ જન્મ નોંધમાં હોય તેના બદલે શાળા પ્રવેશ વખતે જુદુ હોય અને ત્યારપછીના તમામ સરકારી અથવા અધિકૃત રેકોર્ડમાં બાળક કે વ્યકિતનું નામ તે જ દર્શાવેલ હોય તો આવા સંજોગોમાં સોંગદનામું અને જે તે પુરાવા તપાસીને તેમાં સુધારો કરી દેવો.


આ પરિપત્ર કર્યા બાદ અરજદારો દ્વારા નામ સુધારણા માટે જે તે રજિસ્ટ્રાર કચેરીએ જરૂરી પુરાવા સાથે પહોંચી જતા હતા પણ તેને લઈને અનેક વિવાદો થતા હતા. જન્મ વખતે બાળકનું નામ કંઈક અલગ રાખે અને પછી સ્કૂલમાં બાળકને મૂકે ત્યારે મનસૂફી પ્રમાણે નામ બદલી નાખે. જ્યારે પાસપોર્ટ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ પ્રકારે સુધારા કરાતા હતા પણ ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે ફરી એક વખત કાયદામાં જરૂરી સુધારો સૂચવતો પરિપત્ર કર્યો અને મૂળ નામમાં સુધારો નહીં કરવા રાજ્યના તમામ જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારને આદેશ આપ્યો હતો ત્યારથી આ નિયમ ચાલે છે.