અતુલ તિવારી, અમદાવાદ: સરકારી સ્કૂલમાં હવે રોબોટિક લેબ જોવા મળશે. અમદાવાદની સરકારી શાળાઓમાં હવે રોબોટિક તેમજ ડ્રોન અંગે બાળકોને અભ્યાસ કરાવાશે. સરકારી શાળાઓ એક બાદ એક હાઇટેક બની રહી છે. એવામાં ટેકનોલોજી સાથે બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માર્ટ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને રોબોટિક તેમજ ડ્રોન ટેકનોલોજી અંગે માહિતગાર કરવામાં આવશે. સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 8 નાં બાળકોને રોબોટિક અને ડ્રોન અંગે અભ્યાસ કરાવવામાં આવશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારી શાળાઓમાં ભણતા બાળકો પણ ટેકનોલોજી સાથે સમયાંતરે કદમ મિલાવી શકે એ હેતુથી નવતર પ્રયોગ શરૂ કરાયો છે.


આ પણ વાંચો:- નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર, નદીના અદ્ભૂત નજારા વચ્ચે ખતરાના સંકેત


રોબોટિક તેમજ ડ્રોનનો અભ્યાસ કોલેજમાં વિદ્યાર્થી પહોંચે ત્યારે કરાવવામાં આવતો હોય છે પરંતુ બદલાતા સમયમાં સરકારી સ્કૂલના બાળકો પાછળ નાં રહે, તેવો પણ ટેકનોલોજી અંગે અવગત થાય તેવા પ્રયાસો શરૂ કરાયા છે. નવા વાડજમાં આવેલા કિરણ પાર્કની ગાંધીનગર મ્યુનિસિપલ સ્કૂલ નંબર 2 નાં બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે.


આ પણ વાંચો:- રાજ્યમાં પાણી જ પાણી! સિઝનનો 100 ટકા વરસાદ, ફરી આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘરાજા


અન્ય સ્માર્ટ સ્કૂલની જેમ આ સ્કૂલમાં પણ સ્ટેમ લેબ ઊભી કરાઇ છે, જેમાં વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના પણ પ્રયોગો કરી શકશે. રોબોટિક્સ તેમજ ડ્રોન ટેકનોલોજીના અભ્યાસ થકી સરકારી શાળાઓના બાળકોમાં પણ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસાવૃત્તિ વધે અને ખાનગી શાળાઓ સામે સરકારી શાળાઓના બાળકો પણ કદમ મિલાવી શકે તેવી શરૂઆતમાં વધુ એક કદમ આગળ ઉઠાવવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube