• યુનિયન બેંકની હરાજીમાં જુન્નર સુગર્સ લિમિટેડે જમીન-મશીનરી સાથે મિલ ખરીદી

  • ગુજરાતમાં ખાનગી સુગરમિલનો પગપેસારો, માંડવીમાં પહેલી સુગર મિલનો પાયો નંખાયો

  • ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી માટે નોંધણીનો આરંભ પણ કરી દીધો

  • માંડવી સુગરના 250 કરોડના વેલ્યુએશન પર 65 કરોડની લોન અને વેચાણ માત્ર 36 કરોડમાં


ઝી બ્યૂરો, અમદાવાદઃ સહકારી ક્ષેત્રના કાશી ગણાતા સુરતમાં ખેલાઈ ગયો મોટો ખેલ. સહકારી ક્ષેત્રમાં થઈ ગયો પ્રાઈવેટ કંપનીનો પગપેસારો. 250 કરોડની કંપની થાળીમાં ધરીને પ્રાઈવેટ કંપનીને માત્ર 36 કરોડમાં પીરસી દેવાઈ. જેને કારણે સભાસદોમાં રોષ છે. સહકારી ક્ષેત્રના કાશી ગણાતા સુરત જિલ્લામાં જ સહકારી ચળવળનું ખૂન થયું હોય હાલ એવા ઘાટ ઘડાયા છે. જેને કારણે હાલ લોક મુખી એવી પણ ચર્ચા શરૂ થઈ છેકે, જો હાઈકમાંડ દ્વારા આ અંગે ધ્યાન નહીં અપાય તો ગુજરાતમાં સહકારી સુગર ક્ષેત્રમાં ખાનગીકરણનું કલંક ભાજપની લલાટે લખાશે તે નક્કી છે. ચર્ચા એવી છેકે, 250 કરોડની સંપત્તિ માત્ર 36 કરોડમાં યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની પ્રાઈવેટ કંપની જુન્નર સુગર્સ લિમિટેડે જમીન, મિલકત, મશીનરી સાથે વેચવા મામલે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડવી સુગરનું સરવૈયુંઃ


  • ખેડૂતોના બાકી 27 કરોડ

  • સરકારનો શેર ફાળો 20 કરોડ

  • મજૂરો અને ટ્રાન્સપોર્ટરના બાકી 5 કરોડ

  • યુનિયન બેંકે 65 કરોડના ધિરાણ સામે આંકેલી સંપત્તિ 250 કરોડ, પ્રોપર્ટી હરાજીમાં વેચાઈ 36 કરોડમાં


સહકારી પ્રવૃત્તિને વેગ આપવા સહકાર મંત્રાલયની સ્થાપના થયા બાદ ગુજરાતમાં સુગરમિલ ક્ષેત્રે પહેલી ખાનગી સુગરમિલે પગપેસારો કર્યો છે. યુનિયન બેંકની હરાજીમાં માંડવી સુગરમિલને જમીન, મશીનરી, બિલ્ડિંગ સાથે જુન્નર સુગર્સ લિમિટેડે ખરીદી લીધી હતી. હવે ખાનગી સુગરમિલના કારભારીઓએ નવી રોપણી સિઝનથી શેરડીની નોંધણીનો આરંભ કરી દીધો છે. જે સુરત જિલ્લામાં પહેલી સહકારી ક્ષેત્રની કોટનમિલ અને સુગરમિલનો પાંયો નંખાયો હતો, ત્યાં જ પહેલી ખાનગી સુગરમિલનો પાયો નંખાયો છે. ખાનગી સુગરમિલને IEM (ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ)ની મંજૂરી હજુ સુધી મળી નથી. 


ખાનગી સુગરમિલના કારભારીઓએ કેન્દ્ર સરકાર પાસે IEM ની પરવાનગી માંગી છે. હવે જો પરવાનગી મળી જશે તો ગુજરાતની પહેલી ખાનગી સુગરમિલ ધમધમતી થઈ જશે. માંડવી સુગર સંદર્ભે રાજ્ય સરકારે એક વહીવટી કમિટીની નિમણૂક કરી છે. આ કમિટીના ચેરમેને જણાવ્યું કે, યુનિયન બેંકને ૨૦૦ કરોડ રૂપિયાની કિંમતની જમીન, મશીનરી, બિલ્ડિંગની હરાજીમાં માત્ર ૩૬ કરોડ ઉપજ્યાં છે. જ્યારે હજુ ખેડૂતોના ૨૭ કરોડ, સરકારની શેરફાળાના ૨૦ કરોડ રૂપિયા બાકી છે. હજી પહેલા મંડળીને વિશ્વાસમાં લેવામાં આવી નથી. જિલ્લા કલેક્ટર સમક્ષ સરફેસીની કાર્યવાહી કરાઈ હતી. કલેક્ટરે સરફેસી હેઠળ બેંકને મંજૂરી આપતા માંડવી મામલતદાર હસ્તક જમીન અને મશીનરીનો કબજો લઈને બેંકે હરાજી કરી દીધી હતી.