અમદાવાદ : હાર્દિક પટેલ દ્વારા 25મી ઓગષ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી દેવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન થકી સ્ટાર બનેલ હાર્દિકની આ જાહેરાતનાં કારણે સરકાર દોડતી થઇ ગઇ છે. જો કે આ આંદોલનને અટકાવવા માટે સરકાર દ્વારા સરકારી સલાહ લેવામાં આવી રહી છે. કાયદાકીય રીતે શું થઇ શકે તે અંગે મંત્રણા ચાલી રહી હોવાના સમાચારો વચ્ચે હાર્દિક વધારે એક વખત જણાવ્યું કે, જો કોઇ પણ પરિસ્થિતીમાં તેની ધરપકડ કે અટકાયત થાય છે તો તે જેલમાં બેસીને પણ સમાજ માટે લડત આપશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે કહ્યું કે જેલ કે કોઇ પણ સ્થળે મારા ઉપવાસ 25મી તારીખે ચાલુ થઇ જશે. હાર્દિકે ફેસબુક પર લખ્યું કે, ધારો તો મારી ધરપકડ કરી લો જેલમાં રહીને પાટીદારોને અનામત મળે તે માટે જેલમાં જ અમરણાંત ઉપવાસ કરીશ. જો કે મહત્વનું છે કે રાજ્ય સરકાર હાર્દિકની આમરણાંત ઉપવાસની જાહેરાતને એટેમ્પ ટૂ સુસાઇડ (આત્મહત્યાનો પ્રયાસ) ગણાવી શકે છે.  જેના માટે હાર્દિકની 309 અનુસાર ગુનો નોંધીને ધરપકડ થઇ શકે છે. 

આ ગુના માટે એક વર્ષની સજા અને આર્થિક દંડ અથવા બંન્નેની જોગવાઇ છે. ઉપરાંત હાર્દિકની ધરપકડ અંગે પણ મોવડી મંડળ સાથે મંત્રણા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકનાં દાવાને નકારતા જીજ્ઞેશ અને અલ્પેશે આ ઉપવાસમાં જોડાવાની સ્પષ્ટ મનાઇ કરી હતી. જો કે તેમણે પોતાની શુભેચ્છાઓ હાર્દિક સાથે હોવાની સ્પષ્ટતા કરી હતી.