અમદાવાદ : રાજ્યમાં 20 થી વધારે બેડ હોય તેવી તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 50 ટકા બેડ કોવિડ સારવાર માટે ફાળવવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવરાર અંગે ગુજરાત સરકાર દ્વારા ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ  ગુજરાત સરકારની બુદ્ધી ઠેકાણે આવી છે. સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરીને આગોતરૂ આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટેચ્યું ઓફ યુનિટી: બે મહિનાથી પગાર નહી થતા તમામ કર્મચારીની હડતાળ

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવારનાં નામે લૂંટ ચાલી રહી છે. આ હોસ્પિટલ સરકારને પણ પોતાનાં ઇશારે નચાવતી હોય તે પ્રકારે સરકાર પણ આ હોસ્પિટલની મનમાની આગળ પાંગળી સાબિત થઇ રહી હતી. ભાવ નક્કી કરવાનાં નામે સરકારે માત્ર ખોટો દેખાવ કરવામાં આવ્યો હતો. આ ભાવ પણ હોસ્પિટલ વસુલતી નહોતી અને મન ફાવે તે પ્રકારે બિલ પકડાવતી હતી. હાલમાં જ તપન હોસ્પિટલનો એક કિસ્સો સામે આવ્યો હતો.


ભરૂચમાં મોટુ અનાજ કૌભાંડ: ગોડાઉનમાં MLA અને પુરવઠ્ઠા અધિકારીના દરોડાથી ખુલી પોલ

અત્રે ઉલ્લેખીય છે કે, સરકારે હવે કોરોના મુદ્દે ઢીલ છોડી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તે વારંવાર માધ્યમોમાં ચમકતી રહે છે. આ ઉપરાંત રાજ્યની તમામ હોસ્પિટલોની બદહાલત છે. તેવામાં હાઇકોર્ટે આ મુદ્દે ચિંતા થતા કેટલીક પીઆઇએલ અને કેટલાક મુદ્દે સ્વયં સંજ્ઞાન લઇને સરકારને જાગૃત કરવાની ફરજ પડી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube