ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો માટે ફરી એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. તલાટી અને જુનિયર ક્લાર્કને નિમણૂક પત્ર આપવાની તારીખ બદલાઈ છે. એટલે કે હવે 10 નવેમ્બરના બદલે 6 નવેમ્બરે કાર્યક્રમ યોજાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CMના હસ્તે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર અપાશે
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સવારે 9 કલાકે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર અપાશે. તારીખ 10મી નવેમ્બરે ધનતેરસ હોવાના કારણે તારીખમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તલાટી, જુનિયર ક્લાર્ક ઇંગલિશ સ્ટેનોગ્રાફર સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર અપાશે. 


જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરાઈ
પંચાયત સેવા બોર્ડ દ્વારા જિલ્લા ફાળવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 12 ઓક્ટોમ્બર સુધી તલાટીની અને 17 ઓક્ટોમ્બર સુધી જુનિયર ક્લાર્કના ઉમેદવારોને જિલ્લા ફાળવણી કરવામાં આવી છે.