31,500 જેટલા વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકાર આપશે દિવાળીનું બોનસ
ગુજરાત સરકાર વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
ગાંધીનગર: ગુજરાત સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
નીતિન પટેલે વધુમાં જાણાવ્યું કે, સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 3500 રુપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડ રુપિયાનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના 31,596 કર્મચારીઓને મળશે.
CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ
હાલ ચાલી રહેલી મોઘવારીમાં ચોથા વર્ગના અધિકારીઓને તહેવારોમાં સરકાર તરફથી બોનસ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના ચોથા વર્ગના કર્મચારીઓને ફાયદો થશે અને સારી રીતે દિવાળીના તહેવારની ઉજવણી પણ કરી શકશે.
જુઓ LIVE TV :