ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત ઔદ્યોગિક વપરાશ અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત રીતે ઔદ્યોગિક વપરાશ અટકાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રીએ ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સહાય આપવામાં આવે છે. રાજ્યમાં વાર્ષિક અંદાજિત 22 લાખ મે.ટન યુરિયાનો વપરાશ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા ખાતરનો છેલ્લા એક દાયકાથી કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. કેટલાક તત્વો દ્વારા ખેતી માટેના સબસીડાઇઝ યુરિયા ખાતરનો અનઅધિકૃત રીતે ઔદ્યોગિક વપરાશ કરવામાં આવતો હોય છે.


જર, જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરું: પેટ્રોલપંપ માલિકનું અપહરણ કરી લઇ ગયા ખેતરની ઓરડીમાં અને પછી...


તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલ સંસ્થાઓ અને વ્યક્તિને પકડવા માટે કાર્ય કરી રહી છે. આ માટે તાજેતરમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ટીમો બનાવી ઔદ્યોગિક યુનિટોની તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કુલ 8,184 બેગોના જથ્થાના વપરાશને અટકાવવામાં આવ્યો હતો અને કુલ 30 જેટલા શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા તરીકે નમુનાઓ લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. જેના પરિણામો આવેથી જવાબદારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


ચાર પગ અને ચાર હાથ સાથે બાળકીનો જન્મ, બોલીવુડ સ્ટારના એક ફોન પર કરાયું સફળ ઓપરેશન


મંત્રીએ ઉમેર્યુ કે, તાજેતરમાં હારીજ ખાતે પકડાયેલ યુરિયા ખાતરમાં ડીસાના વિક્રેતા સંકળાયેલા હોવાનું જણાતા તેનું ખાતર વિતરણનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.


ગુજરાતના સ્પેશ્યલાઇઝ્ડ યુનિવર્સિટી કોન્સેપ્ટથી UKનું પ્રતિનિધીમંડળ પ્રભાવિત, શિક્ષણ મંત્રી સાથે કરી બેઠક


રાજ્યમાં ખાતર કંપનીઓ દ્વારા પોતાની રીતે જે સ્થળોએ યુરિયા ખાતર સંગ્રહ કરેલ છે તે અંગે સ્થળોની ચકાસણી ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસમાં ગુણવતા નિયંત્રણ તંત્રના અધિકારીઓ દ્વારા 823 ખાતર વિક્રેતાઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં બાવન જેટલા ખાતર વિક્રેતાઓને ત્યાં પી.ઓ.એસ. મશીનનો સ્ટોક અને ખરેખર ઉપલબ્ધ યુરિયા ખાતરના જથ્થામાં વિસંગતતા જણાતા કારણદર્શક નોટિસ ઇસ્યુ કરી 6 જગ્યાએ યુરિયા ખાતરનો જથ્થો અટકાવવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube