અમદાવાદઃ ચીનમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં પણ કોરોનાને લઈને તૈયારીઓ સરકાર દ્વારા શરૂ કરી દેવાઈ છે. બાળકો કોરોનામાં ન સપડાય એ માટે સરકારે એડવાન્સમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યની 32 હજાર પ્રાથમિક શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે મૌખિક આદેશો થયા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યની 32 હજાર  પ્રા. શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા મૌખિક સૂચનાઓ અપાઈ છે. સ્કૂલમાં બાળકો 50 ટકા કરવાની પણ ભલામણ કરાઈ છે જોકે, આ બાબતે નિર્ણય લેવાય તેવી સંભાવના ઘણી ઓછી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- ગાઇડ લાઇનના અમલ માટે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આપી મૌખિક સૂચના 
- શિક્ષણાધિકારી આ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે 
- માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવાશે
- રાજ્યની 32 હજાર પ્રા. શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરાશે
- સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માસ્ક પહેરે, ટોળા ભેગા ન થાય તે માટે સ્કૂલોને ધ્યાન આપવા DEOનું સુચન 


આ પણ વાંચોઃ Ahmedabad: કાંકરિયા કાર્નિવલના સમયમાં ફેરફાર, તમે પણ જવાનો હોય તો રાખજો ધ્યાન


હવે આગામી દિવસોમાં અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક મંડળના પ્રમુખે સ્કૂલોમાં કોરોના ન ફેલાય તે માટે પહેલાથી સજાગ બનવું જરૂરી હોવાનું કહ્યું છે. કોરોના આવે તે પહેલા સાવચેતીના ભાગરુપે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવાથી 1 જાન્યુઆરીથી સ્કૂલોમાં 50 ટકા વિદ્યાર્થીઓ કરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે.  અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવિડ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવામાં આવશે. કોરોનામાં બાળકો ન સપડાય એ માટે સરકાર તૈયારીઓ કરી રહી છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે પણ સરકાર કોઈ પણ ભોગે બાળકો માટે રિસ્ક લેવા માગતી નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube